LSG vs DC IPL 2023 Preview: દિલ્હી અને લખનૌનો આજે પ્રથમ જંગ, રાહુલ કે વોર્નર કોણ મારશે બાજી?

|

Apr 01, 2023 | 10:54 AM

Delhi Capitals Vs Lucknow Super Giants IPL 2023 Preview: શનિવારે સિઝનના પ્રથમ ડબલ હેડર દિવસે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. દિલ્હીનુ સુકાન ડેવિડ વોર્નર સંભાળશે.

LSG vs DC IPL 2023 Preview: દિલ્હી અને લખનૌનો આજે પ્રથમ જંગ, રાહુલ કે વોર્નર કોણ મારશે બાજી?
LSG vs DC IPL 2023 Preview

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં આજે શનિવારે ડબલ હેડર દિવસ છે. દિવસની પ્રથમ મેચ બપોરે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મોહાલીમાં રમાશે. જ્યારે બીજી મેચ સાંજે લખનૌમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. પૃથ્વી શો અકસ્માતમાં ઈજાને લઈ સિઝનથી બહાર હોવાને લઈ ડેવિડ વોર્નર IPL 2023 માં દિલ્હીની આગેવાની સંભાળી રહ્યો છે. વોર્નર માટે આ મહત્વ તક છે કે, તે પોતાની ક્ષમતાને લીગમાં દર્શાવશે. અગાઉ કેપ્ટનશિપ નિભાવતા ચડાવ અને ઉતાર જોઈ ચુક્યો છે.

ડેવિડ વોર્નર અનુભવી ખેલાડી છે અને તે એક વાર આઈપીએલ ચેમ્પિયન કેપ્ટન રહી ચૂક્યો છે. તેણે વર્ષ 2016ના વર્ષમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને પોતાની આગેવાનીમાં ચેમ્પિયન બનાવી હતી. ત્યાર બાદ હૈદરાબાદનુ પ્રદર્શન છેલ્લી કેટલીક સિઝનમાં ખરાબ રહ્યુ હતુ. જેને લઈ વોર્નરને ટીમથી જુદા પડવુ પડ્યુ હતુ. પરંતુ હવે દિલ્હીએ એક વારના ચેમ્પિયન પર ભરોસો મુક્યો છે અને સુકાન સોંપ્યુ છે. આવામાં તે પોતાની ક્ષમતાને દેખાડવાનો પ્રયાસ કરશે.

લખનૌમાં થશે ખરાખરી

દિલ્હી અને લખનૌની ટીમો વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં જંગ થનારો છે. ડેવિડ વોર્નરની ટીમ પાસે પૃથ્વી શો અને સરફરાજ ખાન જેવા સારા બેટર છે. આ બંને બેટર ઘરેલુ ક્રિકેટમાં પોતાનો દમ દેખાડી ચુક્યા છે. ખુદ વોર્નર અને મિશેલ માર્શ પણ શાનદાર ખેલાડી છે. આવામાં દિલ્હીને તેમનો સારો ફાયદો મળી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેએલ રાહુલની ટીમ ગત સિઝનમાં પ્લેઓફની સફર કરી ચુકી છે. આ વખતે આવુ જ શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં પહોંચવાના ઈરાદા સાથે અભિયાનની શરુઆત કરશે. રાહુલ પાસે એક ક્રિકેટર તરીકે પોતાને સાબિત કરવા માટે સિઝન ઉપયોગી છે. એક સમયે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનો પ્રબળ દાવેદાર ભારતીય ટીમમાં હવે સ્થાન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આવામાં લખનૌને ફાઈનલની સફર તેને ઘણું બધુ પરત અપાવવા માટે પૂરતુ છે. 16 કરોડનો ખેલાડી નિકોલ્સ પૂરન ટીમમાં સામેલ છે આ ઉપરાંત ડેનિયલ સેમ્સ પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ 3 એપ્રિલથી આવનારા હોવાને લઈ ક્વિન્ટન ડિકોકની ખોટ લખનૌને જરુર રહેશે.

રાહુલ સાથે કોણ હશે ઓપનર?

ઓપનર તરીકે કેએલ રાહુલ સાથે દીપક હુડ્ડા ઉતરી શકે છે. આ સિવાય કાઈલ મેયર્સ પણ સારો વિકલ્પ છે. આ સિવાય ગત સિઝનમાં ધમાલ મચાવનાર ખેલાડી આયુષ બડોની ફરી એકવાર આવી જ શરુઆત કરવા માટે તૈયાર હશે. લખનૌની ટીમ માટે ઓલરાઉન્ડર મોટી તાકાત રુપે હાજર છે અને તે તેનુ મજબૂત પાસુ છે.

જયદેવ ઉનડકટ લખનોની ટીમમાંથી જોવા મળશે. આ સાથે જ કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, પ્રેરક માંકડ, ડેનિયલ સેમ્સ અને માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓ લખનૌની તાકાત સ્વરુપે હાજર છે. દિલ્હીએ ઓલરાઉન્ડરોથી બચીને રહેવુ જરુરી છે.

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની સ્ક્વોડ

DC Full Squad: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કમલેશ નાગરકોટી, મિશેલ માર્શ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, સરફરાઝ ખાન, વિકી ઓસ્તવાલ, યશ ધૂલ, અમન ખાન, એનરિક નોરખિયા, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, લુંગી એન્ગીડી, મુસ્તાફિઝુર રહેમાન, ખલીલ અહેમદ, ફિલ સોલ્ટ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, મનીષ પાંડે, રિલે રુસો.

LSG Full Squad: કેએલ રાહુલ (કેપ્ટન), મનન વોહરા, ક્વિન્ટન ડિકોક, આશુષ બદોની, દીપક હુડા, કૃષ્ણપ્પા ગૌતમ, કરણ શર્મા, કૃણાલ પંડ્યા, કાયલ માયર્સ, માર્કસ સ્ટોઈનિસ, અવેશ ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, ડેનિયલ સામ્સ, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંહ, નવીન ઉલ હક, યુદ્ધવીર સિંહ.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 10:53 am, Sat, 1 April 23

Next Article