IND vs AUS : વરસાદને કારણે પરિણામ ના આવે તો WTC ફાઈનલમાં કોણ બનશે ચેમ્પિયન ? અહીં જાણો

|

Jun 01, 2023 | 5:52 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC) ફાઈનલ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે, આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો વરસાદના કારણે મેચ ડ્રો થાય છે તો વિજેતા કોણ હશે?

IND vs AUS : વરસાદને કારણે પરિણામ ના આવે તો WTC ફાઈનલમાં કોણ બનશે ચેમ્પિયન ? અહીં જાણો
Rain forecast for WTC finals
Image Credit source: google

Follow us on

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમ પ્રથમ એડિશનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ જીતી શકી નહોતી. આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સારો મોકો છે. ભારત 2013થી આઈસીસી ટ્રોફી જીતવાના દુકાળનો અંત લાવવા ઈચ્છે છે. આ મેચ ઈંગ્લેન્ડમાં છે અને મેચ દરમિયાન વરસાદ અવરોધ બની શકે છે.

WTC ફાઈનલમાં વરસાદની આગાહી

આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ હશે કે જો ફાઈનલમાં વરસાદ પડે, મેચ ડ્રો થઈ જાય તો મેચનું પરિણામ શું આવશે. હાલમાં જ વરસાદના કારણે IPLની ફાઈનલ મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ હતી. આવી સ્થિતિમાં, ચાહકો ઈચ્છશે નહીં કે વરસાદ વધુ એક ફાઈનલમાં અવરોધ બને.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો વરસાદ પડે તો શું?

ઈંગ્લેન્ડમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. વર્લ્ડવેધરઓનલાઈન અનુસાર, 7 થી 11 જૂન વચ્ચે સતત વરસાદની સંભાવના છે. પ્રથમ ત્રણ દિવસ એટલે કે 7 થી 9 જૂન દરમિયાન હળવો વરસાદ પડીhttps://twitter.com/BCCI/status/1663780052167970817 શકે છે. પરંતુ 10 થી 11 જૂને વધુ વરસાદની શક્યતા છે. હવે જો વરસાદ પડે તો શું થશે? તો, આઈસીસીએ આ ફાઈનલ માટે વધારાનો દિવસ એટલે કે રિઝર્વ ડે રાખ્યો છે.

આ પણ વાંચો: IPL : MS ધોનીના સન્યાસને લઈ મોટો ખુલાસો, જાણો CSKના CEOએ શું કહ્યું?

પરંતુ તે પછી પણ મેચનું પરિણામ નહીં આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો વિજેતા બનશે. જો બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા બને છે તો અહીં બીજો પ્રશ્ન ઊભો થશે અને તે એ છે કે આવી સ્થિતિમાં ઈનામી રકમનું શું થશે. વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13 કરોડ રૂપિયા મળશે. તો બીજી તરફ, રનર્સઅપ ટીમને સાડા છ કરોડની રકમ મળશે, પરંતુ જો બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા બને તો બંને ટીમોને 6.50-6.50 કરોડ રૂપિયા મળશે.

રિઝર્વ-ડેનો ઉપયોગ ક્યારે કરી શકાય?

ICCએ આ મેચ માટે રિઝર્વ ડેનો વિકલ્પ રાખ્યો છે. વરસાદના કારણે નિર્ધારિત સમયમાં મેચ પૂર્ણ નહીં થાય ત્યારે આ દિવસનો ઉપયોગ કરવામાં આવશે. જો નિર્ધારિત પાંચ દિવસમાં રમત નિર્ધારિત સમય કરતા ઓછી રમાઈ હોય અને વિજેતા નક્કી ન થાય, તો અનામત દિવસનો પણ ઉપયોગ કરી શકાય છે. જો મેચનું પરિણામ નિર્ધારિત પાંચ દિવસમાં આવે છે, તો પછી તેની કોઈ જરૂર રહેશે નહીં. મેચના દરેક દિવસે નિર્ધારિત ઓવરો કરતાં ઓછી મેચ રમાશે તો જ મેચ રિઝર્વ ડે પર રમાશે. મેચ રેફરી નક્કી કરશે કે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article