
ક્રિકેટના આધુનિક યુગમાં હેલ્મેટ ખેલાડીઓની સુરક્ષાનું સૌથી મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. આજે લગભગ દરેક બેટ્સમેન અને નજીકના ફિલ્ડર હેલ્મેટ પહેરે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ખેલાડીઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વિના ફાસ્ટ બોલરોનો સામનો કરતા હતા. તે સમય દરમિયાન માથા અને ચહેરા પર બોલ વાગવાની ઘટનાઓ સામાન્ય હતી. તે સમયે ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાં હેલ્મેટ પહેરવાનો વિચાર આવ્યો હતો.
ક્રિકેટમાં હેલ્મેટ પહેરવાની શરૂઆત કરનાર ખેલાડી ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ડેનિસ એમિસ હતા. તેઓ માત્ર ODI ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી જ નહોતા, પરંતુ ખેલાડીઓની સુરક્ષા અંગે નવી વિચારસરણી લાવનાર વ્યક્તિ પણ હતા. ડેનિસ એમિસને હંમેશા ઝડપી બોલરો સામે રમતી વખતે ઈજાનો ભય સતાવતો હતો.
હેલ્મેટનો વિચાર તેમને પેકર્સ વર્લ્ડ સિરીઝ દરમિયાન આવ્યો હતો. તે સમયગાળામાં અનેક ઝડપી બોલરો 90 માઈલ પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલિંગ કરતા હતા. એક દિવસ ડેનિસ એમિસ પોતાના સાથી ટોની ગ્રેગ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક મોટરસાઈકલ અને તેની બાજુમાં રાખેલા હેલ્મેટ પર પડી.
Happy Birthday Dennis Amiss
The First ODI Centurion (103 v Australia, Old Trafford 1972)
The First World Cup Centurion (137 v India, Lord’s 1975)
50 Tests, 3612 Runs, 11 100s
18 ODIs, 859 Runs, 4 100s102 First Class Hundreds
First to wear a helmet. pic.twitter.com/B3lFuoyl9b
— Cricketopia (@CricketopiaCom) April 7, 2026
આ દૃશ્ય જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે મોટરસાઈકલના હેલ્મેટને ક્રિકેટ માટે અનુકૂળ બનાવી શકાય. તેમણે આ વિચાર ટોની ગ્રેગ સાથે શેર કર્યો. બાદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી અને ક્રિકેટમાં હેલ્મેટનો ઉપયોગ શરૂ થયો. શરૂઆતમાં તે હેલ્મેટ આજના આધુનિક હેલ્મેટ જેટલા સુવિધાજનક નહોતા, પરંતુ ખેલાડીઓની સુરક્ષા માટે તે મોટું પગલું સાબિત થયું.
ડેનિસ એમિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ શાનદાર રહી હતી. તેમણે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે 3612 રન અને 11 સદી નોંધાયેલી છે. જોકે, તેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેમણે ક્રિકેટને હેલ્મેટ જેવી અમૂલ્ય ભેટ આપી, જે આજે લાખો ક્રિકેટરો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે.