Ranji Trophy 2024-25 : રણજી ટ્રોફીની મેચ કયારે શરુ થશે, જાણો ક્યાં લાઈવ જોઈ શકશો જાણો

રણજી ટ્રોફી 2024-25ની શરુઆત આજથી થઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. મુંબઈ પોતાની પહેલી મેચમાં વડોદરના ઘર આંગણેથી શરુ થશે.

Ranji Trophy 2024-25 : રણજી ટ્રોફીની મેચ કયારે શરુ થશે, જાણો ક્યાં લાઈવ જોઈ શકશો જાણો
| Updated on: Oct 11, 2024 | 11:34 AM

ભારત અને બાંગ્લાદેશ ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ વચ્ચે ઘરેલું ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની શરુઆત થવા જઈ રહી છે. 42 વખત રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈની ટીમ વડોદરા સામે પોતાના અભિયાનની શરુઆત કરશે. 11 ઓક્ટોબર એટલે કે, આજથી રણજી ટ્રોફીની મેચ શરુ થશે. જેમાં 38 ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર શરુઆત કરવા માંગશે.

6 ટીમને પ્લેટ ગ્રુપમાં રાખવામાં આવી

અજિક્ય રહાણેની આગેવાનીવાળી મુંબઈની ટીમ હાલમાં ઈરાની કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદારના રુપમાં મેદાનમાં ઉતરશે. મુંબઈને મહારાષ્ટ્ર અને વડોદરાની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવી છે. જ્યારે ગત્ત સીઝનની ઉપવિજેતા વિદર્ભને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. 2024-05 સીઝનમાં ટોપ 32 ટીમને એલીટ કેટેગરીમાં 8-8ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જ્યારે 6 ટીમને પ્લેટ ગ્રુપમાં રાખવામાં આવી છે.

તમને જણવી દઈએ કે, પ્લેટ ગ્રૂપ અને એલિટ ગ્રૂપ એટલે શું.પ્લેટ ગ્રૂપમાં એલિટ ગ્રૂપ કરતાં નબળી ટીમો હોય છે. તેમને અલગ-અલગ ગ્રૂપમાં વિભાજીત કરવાનો હેતુ ટુર્નામેન્ટની ગુણવત્તા જાળવી રાખવાનો છે. પ્લેટ ગ્રૂપની ફાઇનલમાં પહોંચનારી બે ટીમોને આવતા વર્ષે એલિટ ગ્રૂપમાં પ્રમોટ કરવામાં આવશે.

 

 

રણજી ટ્રોફી 2024-05ની મેચનું લાઈવ પ્રસારણ

રણજી ટ્રોફીની 90મી સીઝન 11 ઓક્ટોબરથી શરુ થશે. રણજી ટ્રોફી 2024-05ની મેચ ભારતીય સમયઅનુસાર સવારે 9 કલાકથી શરુ થશે. ભારતીય ક્રિકેટ ચાહકો સ્પોર્ટસ 18ની અલગ અળગ ટીવી ચેનલ પર રણજી ટ્રોફી 2024-05ની મેચનું લાઈવ પ્રસારણ જોઈ શકશે.ભારતમાં રણજી ટ્રોફી 2024-05ની મોટાભાગની મેચ જિયોસિનેમા એપ અને વેબસાઈટ પર ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

તેમજ બીસીસીઆઈની વેબસાઈટ પર તમે લાઈવ સ્કોર જોઈ શકશો. તેમજ ક્રિકેટ અને રણજી ટ્રોફીને લઈ તમામ સમાચાર તમે ટીવી 9 ગુજરાતીના વેબસાઈટ પણ વાંચી શકશો.