IND A vs Pak A Live Streaming : આજે ઇમર્જિંગ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

India A vs Pakistan A Live Streaming: ઈન્ડિયા Aનું નેતૃત્વ અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધુલ કરી રહ્યા છે, જે શાનદાર ફોર્મમાં છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી છે. તેમના સિવાય સાઈ સુદર્શન અને અભિષેક શર્માએ અગાઉની મેચમાં નેપાળ સામે અડધી સદી ફટકારી હતી.

IND A vs Pak A Live Streaming : આજે ઇમર્જિંગ એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ
| Edited By: | Updated on: Jul 19, 2023 | 11:37 AM

બુધવારે ACC મેન્સ ઇમર્જિંગ કપ ODIમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ટક્કર થશે. ભારત છેલ્લી પાંચ મેચોથી જીતનો સિલસિલો ચાલું રાખ્યો છે અને પાકિસ્તાનને હરાવીને પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે. ઈન્ડિયા Aનું નેતૃત્વ અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ધુલ કરી રહ્યા છે જે શાનદાર ફોર્મમાં છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી છે. તેમના સિવાય સાઈ સુદર્શન અને અભિષેક શર્માએ અગાઉની મેચમાં નેપાળ સામે અડધી સદી ફટકારી હતી અને તેઓ પોતાની ગતિ જાળવી રાખવા ઈચ્છશે.

રિયાન પરાગ, નિશાંત, હર્ષિત રાણા પણ સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : IND vs PAK: ભારત અને પાકિસ્તાન મેચ પહેલા 5 ખાસ મોટી વાતો, બુધવારે જોવા મળશે જબરદસ્ત ટક્કર!

આ સાથે જ પાકિસ્તાનની ટીમ છેલ્લી બે મેચ જીતી ચૂકી છે અને તેની નજર ભારતને હરાવી જીતની હેટ્રિક ફટકારવા પર રહેશે. ટીમના કેપ્ટન હેરિસ, કામરાન ગુલામ, ફરહાન, અયુબે અગાઉની મેચમાં UAE સામે અડધી સદી ફટકારી હતી. તો ઓફ સ્પિનર ​​કાસિમ અકરમે છેલ્લી મેચમાં 26 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપ મેચ ક્યારે થશે?

બંને ટીમો વચ્ચેની મેચ બુધવારે (19 જુલાઈ) રમાશે.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપ મેચ ક્યાં રમાશે.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મેચ કેટલા વાગ્યે શરુ થશે.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 2:00 કલાકે મેચ શરુ થશે.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મેચ ક્યાં જોઈ શકશો.

ભારત A અને પાકિસ્તાન A વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની મચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે. આ મેચને લઈ તમામ માહિતીઓ તમને Tv9gujarati.com પર જોવા મળશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો