India’s Asia Cup 2025 Squad: ટીમ ઈન્ડિયાની જાહેરાત ટીવી અને મોબાઈલમાં ક્યારે ક્યાં લાઈવ જોઈ શકશો

India's Asia Cup 2025 : એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થશે. તો ચાલો જાણો ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે કઈ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.

Indias Asia Cup 2025 Squad: ટીમ ઈન્ડિયાની જાહેરાત ટીવી અને મોબાઈલમાં ક્યારે ક્યાં લાઈવ જોઈ શકશો
| Updated on: Aug 19, 2025 | 10:36 AM

Asia Cup 2025 : છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ અને અટકળો પર આજે બ્રેક લાગશે.એશિયા કપ 2025 માટે સંયુક્ત આરબ અમીરાતમાં ભારતનું પ્રતિનિધિત્વ કયા 15 ખેલાડીઓ કરશે તેનો નિર્ણય આજે એટલે કે મંગળવાર 19 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. મંગળવારે બપોરે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના કાર્યાલયમાં તેની જાહેરાત કરવામાં આવશે. અહી અજીત અગરકર એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરશે. મોટા ભાગના નામની લઈ ચિત્ર સ્પષ્ટ છે પરંતુ 3-4 નામ એવા છે. જેના પર આજે સ્પષ્ટ નિર્ણય આવી શકે છે.

9 સપ્ટેમબરના રોજ યુએઈમાં એશિયા કપની શરુઆત થશે. જે આ વખતે ટી20 ફોર્મેટમાં રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન આ વખતે થોડું રસપ્રદ બન્યું છે. છેલ્લા એક વર્ષથી ટી20 ફોર્મેટમાં એક અલગ જ ટીમ રમી રહી છે. જેનું વનડે કે ટેસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી.આવી સ્થિતિમાં, ODI અને ખાસ કરીને ટેસ્ટ ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે, જેમની પસંદગી તમામ ચર્ચાઓનું કેન્દ્ર રહી છે કારણ કે તેઓ આ ફોર્મેટમાં પણ રમ્યા છે પરંતુ ટીમની જરૂરિયાતો મુજબ છેલ્લા એક વર્ષથી આ ફોર્મેટથી દૂર હતા.

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ ક્યારે છે?

T20 એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત આજે કરવામાં આવશે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર બપોરે 1:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ટીમની જાહેરાત કરશે.

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ ક્યાં થશે?

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં યોજાવાની છે.

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ કેટલા વાગ્યે શરુ થશે?

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ ભારતીય સમયઅનુસાર બપોરે 1:30 વાગ્યે થશે.

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સ ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકશો?

ભારતની એશિયા કપ 2025 ટીમની જાહેરાત માટે પ્રેસ કોન્ફરન્સનું લાઈવ ટેલીકાસ્ટ ભારતમાં સ્ટાર સ્પોર્ટસ 1 નેટવર્ક પર જોઈ શકો છો.

એશિયા કપ 2025 માટે ભારતની ટીમ જાહેરાત પ્રેસ કોન્ફરન્સનું લાઈવ ટેલિકાસ્ટ ઓનલાઈન કેવી રીતે જોઈ શકશો?

એશિયા કપ 2025 માટે ભારતની ટીમ જાહેરાત પ્રેસ કોન્ફરન્સનું લાઈવ ટેલિકાસ્ટ ઓનલાઈન જિયો હોટસ્ટાર પર જોઈ શકશો.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો