મુંબઈ ઈન્ડિયન્સ સંઘર્ષ કરતા કરતા હવે IPL 2023 ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ચુક્યુ છે. મુંબઈ સતત નિચેના ચાર ક્રમોમાં રહેતુ હતુ, પરંતુ મંગળવારની એક જીતે મુંબઈને નીચેથી સીધુ જ ઉપર લાવી દીધુ છે. મુંબઈ માટે આ સમય મહત્વનો છે, જ્યારે તે ટોપ-4 માં સમાવેશ થયુ છે. હવે પ્લેઓફની રેસ અંતિમ તબક્કામાં છે અને હવે આવા સમયે ટોપ 4માં બન્યા રહેવુ ખૂબ જ મહત્વનુ સાબિત થઈ શકે છે. જોકે આ દરમિયાન તેના પોઈન્ટ્સ ટેબલના સ્થાન કરતા રોહિત શર્માને આઉટ આપવાનો નિર્ણય વધારે વિવાદે ચડ્યો છે. અનુભવી ક્રિકેટરોએ પણ રોહિત શર્માને આઉટ આપવાને લઈ સવાલો ઉઠાવ્યા છે.
રોહિત શર્મા 7 રનના વ્યક્તિગત સ્કોર સાથે રમી રહ્યો હતો. એ દરમિયાન તેને આઉટ જાહેર કરવામા આવ્યો હતો. ફિલ્ડ અંપાયરે નોટ આપ્યો હતો, પરંતુ રિવ્યૂ બાદ ટીવી અંપાયર દ્વારા તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તેને આઉટ જાહેર કરવા માટે રિવ્યૂમાં જાણે કે પૂરતો સમય ટીવી અંપાયરે લીધો જ નહોતો.
પાંચમી ઓવરના અંતિમ બોલને રમવા જતા બોલ સીધો જ રોહિત શર્માના પેડ પર અથડાયો હતો. આ સાથે જ બોલર વાનિન્દુ હસારંગા સહિત કેટલાક સાથી ખેલાડીઓએ અપિલ કરી દીધી હતી. લેગબિફોરની અપિલને ફિલ્ડ અંપાયરે નકારી દીધી હતી. બેંગ્લોરના સુકાની ફાફ ડુ પ્લેસીએ અંપાયરના નિર્ણય સામે રિવ્યૂ માંગ્યો હતો. રિવ્યૂમાં ટીવી અંપાયરે પહેલા બેટની કિનારી સ્પર્શ કરી છે કે નહીં તેની પર ઝડપથી નજર કરી લીધી હતી. ત્યાર બાદ બોલ વિકેટને હિટ કરે છે કે નહીં તે જોઈ લીધુ. આ બધુ જ ટીવી અંપાયરે ઉતાવળે કર્યુ અને સીધો જ આઉટનો નિર્ણય જાહેર કરી દીધો હતો. જોકે હવે સોશિયલ મડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે.
વિવાદ મુજબ રોહિત શર્મા ક્રિઝથી ખૂબ જ આગળ હતો. એટલે કે રોહિત શર્મા વિકેટથી ઘણો આગળ આવીને બોલેન રમ્યો હતો. લેગ બિફોરના રુલ મુજબ રોહિત શર્મા આઉટ હોવાને લઈ સોશિયલ મીડિયા પર અનુભવી ક્રિકેટરો સવાલ ઉઠાવી રહ્યા છે. આ માટે રુલને આગળ ધરવામાં આવી રહ્યો છે.
મીડિયા રિપોર્ટનુસાર લેગબિફોરના રુલ મુજબ બેટર વિકેટથી 3 મીટરના અંતરમાં હોવો જરુરી છે. એટલે કે જે સ્થાન પર બોલ પગને વાગ્યો એ સ્થાન વિકેટથી 3 મીટર કે તેથી અંદર હોવુ જરુરી છે. રોહિત શર્માનો ફ્રન્ટ લેગ 3.27 મીટર જેટલો બહાર હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ માપના અંદાજ મુજબ તસ્વીરો શેર કરીને સવાલ થઈ રહ્યા છે કે, રોહિત શર્મા નિયમ મુજબ ખરેખર નોટ આઉટ હતો કે કેમ. રુલ મુજબ રોહિત શર્માનો ફ્રન્ટ લેગ કેટલો બહાર હતો એ જોવામાં ટીવી અંપાયરે રિવ્યૂ દરમિયાન ઉતાવળમાં જોવાની ચૂક કરી દીધી હોવાના સવાલ થઈ રહ્યા છે.
મોહમ્મદ કેફે રોહિત શર્માની વિકેટને લઈને સિધુ નિશાન તાક્યુ હતુ. તેણે તો સોશિયલ મીડિયા પર પૂછ્યુ હતુ કે, હેલો DRS આ થોડુ વધારે નથી થઈ ગયુ? કેવી રીતે LBW થઈ શકે છે?
Hello DRS, yeh thoda jyada nahi ho gaya? How can this be lbw? pic.twitter.com/bAgFNevUXL
— Mohammad Kaif (@MohammadKaif) May 9, 2023
ગુજ્જુ પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે પણ રોહિત શર્માને આઉટ આપવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા.
Lagta he ab DRS b DRS hona chahye, Unlucky #RohitSharma
Kya bolti public, ye Out he ya nai ??#MIvRCB #IPL2023 pic.twitter.com/yDCgFp92kZ— Munaf Patel (@munafpa99881129) May 9, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…