વિશ્વના કોઈ પણ દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય ત્યારે તે રોમાંચક બને છે. બન્ને ટીમના ખેલાડીઓ મરણીયા થઈને રમતા જોવા મળે છે. વર્લ્ડકપ 2023ની સૌથી મોટી કહી શકાય તેવી ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં હાર્દિક પડ્યાંએ કઈંક એવું કર્યું કે, પાકિસ્તાનનો ઓપનર ઈમામ ઉલ હકને પેવેલિયન પરત ફરવું પડ્યું. આઉટ થઈને જઈ રહેલા ઈમામ ઉલ હકને હાર્દિક પંડ્યાએ બાય-બાય કહીને પાકિસ્તાનના ચાહકોને કંઈક અંશે ગુસ્સે કર્યાં હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 14 ઓક્ટોબર, શનિવારે ટીમ ઈન્ડિયાએ, આશરે 1 લાખ જેટલા દર્શકોની સામે ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરીને રસાકસીભરી મેચની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના, ઓપનર અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે શરૂઆતમાં સારી બેટિંગ કરી અને ભારતને વિકેટ માટે થોડો સમય રાહ જોવડાવી હતી. ભારતીય ટીમના ફાસ્ટર મોહમ્મદ સિરાજે થોડા સમયમાં શફીકની વિકેટ ઝડપી હતી, પરંતુ બીજા ઓપનર ઇમામ ઉલ હક ભારત માટે થોડી મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. તેણે સિરાજની ઓવરમાં 3 ચોગ્ગા ફટકારીને પાકિસ્તાનની લડાયક રમતનો અંદેશો આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બીજા છેડેથી બોલિંગ પર ઉતાર્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાની બોલિંગ પણ શરૂઆત પણ સારી રહી નહોતી. પહેલી વિકેટ પડ્યા બાદ બેટિંગમાં આવેલા બાબર આઝમે કેટલાક ચોગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાનની બીજી વિકેટ મેળવવા મથતા ભારતીય ટિમના કેપ્ટન રોહિત શર્માએ 13મી ઓવર હાર્દિક પંડ્યાને સોંપી, હાર્દિક પંડ્યાએ 13મી ઓવરની શરૂઆત કરતા પહેલા કંઈક એવું કર્યું જેની ભાગ્યે જ કોઈને આશા હશે. હાર્દિક પંડ્યાએ ઓવરની શરૂઆત કરતા પહેલા, બંને હાથમાં બોલ રાખ્યો હતો, પછી બોલને મોં પાસે લાવ્યો, કંઈક કહ્યું અને પછી તેને હળવી ફૂંક મારી હતી. જાણે કોઈ મંત્ર ગણગણ્યો હોય તે રીતે કંઈક બોલ્યો હતો.
શરૂઆતમાં તો હાર્કિદ પંડ્યાના આ ટોટકોની કોઈ અસર વર્તાઈ નહોતી અને ઈમામે 13મી ઓવરમાં ચોગ્ગો પણ ફટકાર્યો, પરંતુ ઓવરના ત્રીજા જ બોલ પર હાર્દિક પંડ્યાના ટોટકો ફળ્યો હોય તેમ બન્યું. હાર્દિક પંડ્યાના આ બોલ ઉપર ઇમામ ઉલ હકની વિકેટ મળી. ઓફ સ્ટમ્પની બહાર નખાયેલા બોલને ફટકારવાનો પ્રયાસ કરતા ઇમામ ઉલ હકે વિકેટકીપર રાહુલના હાથમાં કેચ રૂપે ઝડપાઈ ગયો હતો. આમ પાકિસ્તાનની આ બીજી વિકેટ પડી હતી.
Magic whisperer ✨ #AmiIndia #INDvPAK #CWC23 pic.twitter.com/a3eANoczFc
— KolkataKnightRiders (@KKRiders) October 14, 2023
વિકેટ ઝડપીને હાર્દિકે સંતોષ માન્યો નહતો. તેણે પાકિસ્તાની ટીમ અને તેના પ્રશંસકોના ઘા પર મીઠું ભભરાવ્યું હતું. વિકેટ ઝડપીને ઈમામ પાસેથી દોડતા આવતા હાર્દિકે બાય-બાય કહ્યું હતું. ઈમામ ઉલ હકે 38 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈમામની વિકેટ પડી તે સમયે પાકિસ્તાનનો સ્કોર 72 રન હતો.
Published On - 6:34 pm, Sat, 14 October 23