વિકેટ મેળવીને કેરિબિયન બોલરે કરી ખાસ ઉજવણી, કાર્ટવ્હીલ જોઈ અમ્પાયર-કમેન્ટેટર રહી ગયા દંગ

બે દિવસની રમત પૂરી થયા બાદ વેસ્ટ ઈન્ડિઝ પાસે 35 રનની લીડ હતી. બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ . બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 13/1 હતો. હવે કેરેબિયન ટીમ ઓછામાં ઓછા 300 વધુ રન બનાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝને નાના સ્કોર પર આઉટ કરવાનો પ્રયાસ કરશે.

વિકેટ મેળવીને કેરિબિયન બોલરે કરી ખાસ ઉજવણી, કાર્ટવ્હીલ જોઈ અમ્પાયર-કમેન્ટેટર રહી ગયા દંગ
Viral Video
| Updated on: Jan 27, 2024 | 4:12 PM

ફૂટબોલએ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે. ફૂટબોલની રમતમાં ગોલ બાદ ફૂટબોલ પ્લેયર્સ શાનદાર ઊજવણી કરતા જોવા મળે છે, કંઈક આવી જ ઊજવણી હાલમાં ક્રિકેટના મેદાન પર જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી મેચનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર કેવિન સિન્કલેયરે પહેલી ટેસ્ટ વિકેટ લીધા બાદ કાર્ટવ્હીલ કર્યુ, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેવિન સિન્કલેયરનું આ શાનદાર કાર્ટવ્હીલ જોઈ કમેન્ટેટર અને બ્રિસ્બેનના દર્શક હેરાન રહી ગયા હતા. ડાબા હાથના ઓફ સ્પિનરે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો.

બે દિવસની રમત પૂરી થયા બાદ વેસ્ટ ઈન્ડિઝ પાસે 35 રનની લીડ હતી. બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સ પૂરી થઈ . બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 13/1 હતો. હવે કેરેબિયન ટીમ ઓછામાં ઓછા 300 વધુ રન બનાવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝને નાના સ્કોર પર આઉટ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us