WI vs SA: દક્ષિણ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય, 16 છગ્ગા વડે કેરેબિયનોની આતશી ઈનીંગ, વેસ્ટ ઈન્ડિઝે T20 શ્રેણી જીતી

|

Mar 29, 2023 | 9:31 AM

વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન 3 મેચોની T20 સિરીઝ રમી હતી. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે સિરીઝની પ્રથમ અને અંતિમ મેચ જીતી લઈને 2-1 થી શ્રેણી વિજય મેળવ્યો હતો.

WI vs SA: દક્ષિણ આફ્રિકાનો ઘરઆંગણે પરાજય, 16 છગ્ગા વડે કેરેબિયનોની આતશી ઈનીંગ, વેસ્ટ ઈન્ડિઝે T20 શ્રેણી જીતી
West Indies defeated South Africa

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારે T20 સિરીઝ ની અંતિમ મેચ રમાઈ હતી. આ મેચ પણ હાઈસ્કોરીંગ રહેવા સાથે રોમાંચક રહી હતી. રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 7 રનથી પોતાને નામે કરી લેતા શ્રેણી વિજય મેળવ્યો હતો. ત્રણ T20 મેચની સિરીઝને વેસ્ટ ઈન્ડિઝે 2-1 થી પોતાના નામે કરી હતી. મંગળવારે રમાયેલી મેચમાં પણ અગાઉની મેચની માફક ખૂબ જ રન વરસ્યા હતા. બંને ટીમોએ 200 પ્લસ સ્કોર નોંધાવ્યા હતા. જોકે અંતમાં વિજય વેસ્ટ ઈન્ડિઝને મળ્યો હતો.

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ પહેલા ટેસ્ટ સિરીઝમાં હાર મેળવી હતી. જ્યારે વનડે સિરીઝ ડ્રો રહી હતી. પ્રવાસની અંતિમ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવી પરત ફરી છે. હવે દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે પોતાની અધૂરી સિરીઝને પૂર્ણ કરવા માટે રમશે. જેમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડીઓ સ્ક્વોડમાં સામેલ હોઈ IPL 2023 માટે ટૂર્નામેન્ટ શરુ થયા બાદ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ IPL 2023: લખનૌ ટીમનો તોફાની બેટર ખૂબસૂરત ચિયરલીડર સામે દિલ હાર્યો, MI સામેની મેચમાં નજર મળી અને પ્રેમ પાંગર્યો!

અંતિમ T20 મેચમાં 221 રનનુ લક્ષ્ય

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 220 રન નોંધાવ્યા હતા. આમ વેસ્ટ ઈન્ડિઝે બીજી મેચની માફક જ વિશાળ લક્ષ્ય પ્રથમ બેટિગ કરતા નોંધાવ્યુ હતુ. જોકે આ વખતે કેરેબિયન ટીમ લક્ષ્ય બચાવવામાં સફળ રહી હતી. અંતિમ મેચ નિર્ણાયક હતી અને જેમાં મોટો પડકાર સર્જવા માટે વેસ્ટ ઈન્ડિઝે તોફાની બેટિંગ કરી દક્ષિણ આફ્રિકાના બોલરોને પરેશાન કરી દીધા હતા. અગાઉ બીજી T20 મેચમાં 258 રનનુ લક્ષ્ય કેરેબિયન ટીમે આતશી બેટિંગ વડે ખડક્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટ ગુમાવીને 221 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. વેસ્ટ ઈન્ડિઝે શરુઆતથી જ તોફાની રમત દર્શાવી હતી અને ઈનીંગમાં 16 છગ્ગા કેરેબિયન બેટરોએ જમાવ્યા હતા. જ્યારે 13 છગ્ગા ફટકાર્યા હતા. કાગિસો રબાડાએ ચોથી ઓવરમાં 2 વિકેટો ઝડપી હતી તેણે મેયર્સને 17 રન અને જ્હોન્સન ચાર્લ્સને શૂન્ય રને પરત મોકલ્યો હતો. ચાર્લ્સે અગાઉની મેચમાં તોફાની રમત દર્શાવી હતી. જોકે બાદમાં બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરને અર્ધશતકીય ભાગીદારી રમત વડે ટીમને મોટા સ્કોર તરફ આગળ લઈ ગયા હતા. જોકે બાદમાં ઝડપી અને આક્રમક નાની નાની ઈનીંગ વડે કેરેબિયન ટીમ 200 પ્લસ સ્કોર ખડકવામાં સફળ રહી હતી. અલ્ઝારી જોસેફ અને રોમારિયા શેફર્ડે 26 બોલમાં 59 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ટીમ માટે ઉપયોગી રહી હતી.

લક્ષ્ય 7 રન દૂર રહ્યુ, શ્રેણી ગુમાવી

દક્ષિણ આફ્રિકાએ લક્ષ્યનો પિછો કરતા આક્રમક રમત બતાવી હતી. પરંતુ લક્ષ્ય 7 રન દૂર જ રહી જવા પામ્યુ હતુ. શરુઆત ધીમી હતી અને ઓપનર ક્વીન્ટન ડિકોકે વિકેટ શરુઆતમાં ગુમાવતા મુશ્કેલી સર્જાઈ હતી. જોકે બાદમાં રિઝા હેન્ડ્રિક્સ અને રાયલી રુસોએ 80 રનની પાર્ટનશિપ કરતા સ્થિતી સુધરતા ટીમે મેચમાં પોતાનો હાથ જાળવી રાખ્યો હતો. જોકે અંતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હેન્ડ્રિક્સે 83 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. એડન માર્કરમે અંતમાં આક્રમક રમત વડે પ્રયાસ કરતા 35 રન નોંધાવ્યા હતા, જોકે તેનો પ્રયાસ સફળ રહ્યો નહોતો. અલ્ઝારી જોસેફે 5 વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાને પરેશાન કરી દીધુ હતુ.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 9:25 am, Wed, 29 March 23

Next Article