
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટ શુક્રવાર, 18 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં, ભારત ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન, પાકિસ્તાન ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન એકબીજાને ટક્કર આપતા જોવા મળશે. જોકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ એક મોટો અહેવાલ બહાર આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી જર્સી પહેરશે. આ જર્સી 30 ગ્રામ સોનાથી બનેલી છે.
આ જર્સીની કિંમત હજુ સુધી જાણી શકાઈ નથી પરંતુ તેને દુબઈના લોરેન્સ ગ્રુપે ચેનલ 2 ગ્રુપ સાથે ભાગીદારીમાં બનાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમના સ્ટાર ખેલાડીઓ આ જર્સી પહેરેલા જોવા મળશે. આ જર્સી ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને ડ્વેન બ્રાવો દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
Gayle, Pollard among West Indies Champions to don most expensive jersey in Cricket history made of 30gms of Gold.
– Dubai-based Lorenze made the Jersey in partnership with Channel2 Group. pic.twitter.com/8IOKfKeKpy
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2025
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટની વાત કરીએ તો, ઘણા દિગ્ગજ ખેલાડીઓ પાસેથી જોરદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ફક્ત તે ખેલાડીઓ જ રમતા જોવા મળશે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમની કેપ્ટનશીપ ક્રિસ ગેલને સોંપવામાં આવી છે. એટલું જ નહીં, ટીમમાં ઘણા આક્રમક બેટ્સમેન અને ઘાતક બોલરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, લેન્ડલ સિમન્સ, ડ્વેન સ્મિથ, શેલ્ડન કોટ્રેલ, શિવનારાયણ ચંદ્રપોલ, ચેડવિક વોલ્ટન, શેનોન ગેબ્રિયલ, એશ્લે નર્સ, ફિડેલ એડવર્ડ્સ, વિલિયમ પર્કિન્સ, સુલેમાન બેન, ડેવ મોહમ્મદ, નિકિતા મિલર.
આ પણ વાંચો: WCL 2025: ઈંગ્લેન્ડમાં પાકિસ્તાનની બેઈજ્જતી, ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીને જ બહાર કરી દીધો