PAK vs AFG: પાકિસ્તાનની ખરાબ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ગુસ્સે થયો વસીમ અકરમ, સંભળાવ્યા આકરા શબ્દો, જુઓ Video

|

Oct 24, 2023 | 1:46 PM

અફઘાનિસ્તાન ટીમ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ધમાલ મચાવી રહી છે. તેમણે હાલમાં જ દિલ્હીમાં ચેમ્પિયન ઈગ્લેન્ડને હાર આપી હતી. હવે તેમણે ચેન્નાઈમાં પાકિસ્તાનને ધુળ ચટાવી હતી.હવે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરવું પાકિસ્તાન માટે મુશ્કિલ લાગી રહ્યું છે.આ પહેલા અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે વનડેમાં સાત વખત હારી ચૂકી છે. અફઘાનિસ્તાન ઘણી વખત જીતની નજીક પહોંચ્યું હતું. પરંતુ સોમવારે તેણે ઈતિહાસ રચી દીધો.

PAK vs AFG: પાકિસ્તાનની ખરાબ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ગુસ્સે થયો વસીમ અકરમ, સંભળાવ્યા આકરા શબ્દો, જુઓ Video

Follow us on

બાબર આઝમની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ (World Cup 2023)ની હાલમાં આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તેની મજાક પણ ઉડાડવામાં આવી રહી છે. કારણ કે કામ જ એવું કર્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને વર્લ્ડકપમાં હરાવી ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે વનડે ક્રિકેટના ઈતિહાસમાં પહેલી જીત મેળવી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન 8 વિકેટથી પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ બાબર સેનાની વર્લ્ડકપમાં સતત ત્રીજી હાર છે. તે પહેલા ભારત, ઓસ્ટ્રેલિયા અને હવે અફઘાનિસ્તાન સામે હારી છે. ત્યારે ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ દિગ્ગજ વસીમ અકરમ ખુબ નારાજ હતો. તેમણે પાકિસ્તાન ટીમની અલોચના કરી છે.

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

 

 

વસીમ અકરમે પાકિસ્તાન ટીમની અલોચના કરી

પાકિસ્તાનના ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમે વર્લ્ડકપમાં તેની ટીમની હાર બાદ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે બાબર સેના વિશે વાત કહી છે, ખેલાડીઓના ફિટનેસને લઈ તેમણે ખુબ અલોચના પણ કરીછે. વસીમે એ સ્પોર્ટસ પર કહ્યું કે, 280-290 મોટો સ્કોર હોય છે. ફિટનેસ લેવલ જુઓ.

સેમિફાઈનલ માટે ક્વોલિફાય થવું પાકિસ્તાન માટે મુશ્કેલ

એવું લાગે છે કે તે 8-8 કિલો નોનવેજ ખાય છે. તમે પ્રોફેશનલી રમી રહ્યા છો, તેના માટે તમને પગાર પણ મળી રહ્યો છે. તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ફિલ્ડિંગ ફિટનેસ પર નિર્ભર છે અને આપણે ત્યાં અભાવ છે. પાકિસ્તાને ચેન્નાઈમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાને 8 વિકેટ પહેલા જ આ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હવે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરવું પાકિસ્તાન માટે મુશ્કિલ લાગી રહ્યું છે.

7 વખત નિષ્ફળ રહ્યા બાદ અફઘાનિસ્તાને ODI ક્રિકેટમાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીતમાં 18 વર્ષના યુવા સ્પિનર ​​નૂર અહેમદ, 21 વર્ષના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને રહેમત શાહનું મહત્ત્વનું યોગદાન હતું, પરંતુ સ્ટાર 21 વર્ષીય બીજા ઓપનર ઇબ્રાહિમ ઝદરાન હતો, જેણે 87 રનની ઇનિંગ રમી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article