ભારત સામે T20 વિશ્વકપ (T20 World Cup) માં પહેલી વાર શુ જીત મેળવી કે, પાકિસ્તાન (Pakistan) ના દિગ્ગજોના આછકલાંપણાં પણ જાહેર થઇ ગયા. કોઇએ ન્યુઝીલેન્ડને પજવ્યુ તો કોઇ વળી વધારે પડતા આછકલા કરવા જતા સોશિયલ મીડિયા પર ગમે એમ લખી દેવા લાગ્યા છે. આવી જ રીતે વકાર યૂનુસ (Waqar Younis) પણ એવુ બોલી ગયો હતો કે, તેની પર રમતના ચાહકો થી લઇને સૌ કોઇને રોષ ઉભરાઇ આવ્યો હતો. વકારે મોહમ્મદ રિઝવાનની મેદાનમાં નમાઝ અદા કરવાને લઇને કહ્યુ હતુ કે, મેચ દરમ્યાન તે ખાસ ક્ષણ હતી કે, હિન્દૂઓની સામે તેણે નમાજ અદા કરી હતી.
સોશિયલ મીડિયા જ નહી ચોમેર થી વકારની આ હલકી માનસિકતા સામે રોષ વ્યાપ્યો હતો. જોકે હવે વકારે આખરે માફી માંગી લીધી છે. તેણે કહ્યુ કે આવેશ માં આવી ને આ વાત કહી દીધી હતી. જેના માટે તે માફી માંગે છે. વકારની આ વાતને લઇને પાકિસ્તાનમાંથી પણ તેના પ્રત્યે રોષ વર્તાવા લાગ્યો હતો.
પૂર્વ કેપ્ટન વકાર યુનિસે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે તેમના માટે ભારત-પાકિસ્તાન (India vs Pakistan) મેચમાં સૌથી ખાસ ક્ષણ મોહમ્મદ રિઝવાનની નમાઝ અદા કરવી હતી. જેણે હિન્દુઓની સામે આ કર્યું હતુ. વકાર યુનુસના તેના નિવેદનને લઈને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વકાર યૂનુસ ક્રિકેટની રમતને ધર્મ સાથે જોડી રહ્યો છે, જે ખરેખર અસહ્ય બાબત છે. એ દરમિયાન પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રાશિદે પણ પાકિસ્તાનની ટીમની જીતને ઇસ્લામની જીત ગણાવી દીધી હતી.
વિવાદ વકરવા બાદ વકાર યૂનુસે માફી માંગતા ટ્વીટ કરી ને કહ્યુ કે, આવેશમાં આવીને મેં આવી વાત કહી હતી. મેં એવું કંઇક કહી દીધુ હતુ કે, જે મારો કહેવાનો મતલબ નહોતો. જેના થી અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેના માટે હું માફી માંગુ છું. મારો આવો ઇરાદો બિલકુલ નહોતો, જે વાસ્તવમાં ભૂલ થઇ ગઇ છે. રમત લોકોને રંગ અને ધર્મ થી દૂર રાખીને જોડે છે.
In the heat of the moment, I said something which I did not mean which has hurt the sentiments of many. I apologise for this, this was not intended at all, genuine mistake. Sports unites people regardless of race, colour or religion. #apologies 🙏🏻
— Waqar Younis (@waqyounis99) October 26, 2021
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ વકારના ટ્વીટ પર જવાબ કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે, જરા પણ આશ્વર્ય થયુ નથી. હું મારા અનુભવ થી બતાવી શકુ છુ કે, એક માણસ જે પોતાના દેશની ભાષાઓ અને શહેરોને લઇને નસ્લવાદી છે. તે સરળતા થી ધાર્મિક મતભેદોને લઇને આ પ્રકારની નકારાત્મક ટિપ્પણી કરી શકે છે.