ભારતીય ટીમના કોચ બનવા ઈચ્છતા હતા આ ભારતીય દિગ્ગજ, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

|

Dec 18, 2021 | 10:32 PM

લગભગ 2 મહિના પહેલા દ્રવિડ આ ભૂમિકા માટે તૈયાર નહતા અને તેમની જગ્યા ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે એક બીજા ભારતીય દિગ્ગજનું નામ જોવા મળતું . આ વાતનો ખુલાસો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કર્યો છે.

ભારતીય ટીમના કોચ બનવા ઈચ્છતા હતા આ ભારતીય દિગ્ગજ, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
Rahul Dravid And Saurav Ganguly (File Image)

Follow us on

રાહુલ દ્રવિડ (Rahul Dravid) ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બની ચૂક્યા છે. દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમની સફરની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ટી20 અને ટેસ્ટ સિરિઝમાં હરાવી સારી શરૂઆત કરી છે. હવે દ્રવિડ ટીમને લઈ સાઉથ આફ્રિકા ગયા છે, જ્યાં ભારતીય ટીમ પ્રથમવખત ટેસ્ટ સિરિઝ જીતવાનો પ્રયત્ન કરશે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લગભગ 2 મહિના પહેલા દ્રવિડ આ ભૂમિકા માટે તૈયાર નહતા અને તેમની જગ્યા ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે એક બીજા ભારતીય દિગ્ગજનું નામ જોવા મળતું . આ વાતનો ખુલાસો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કર્યો છે. BCCIના અધ્યક્ષે જણાવ્યું કે વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) ભારતીય ટીમના કોચ બનવા ઈચ્છુક હતા.

 

 

નવેમ્બર 2021માં ટી20 વિશ્વ કપની સાથે જ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. તે 2017થી સતત ભારતીય ટીમના મુખ્ય કોચ હતા. શાસ્ત્રીની જગ્યા લેવા માટે ભારતીય બોર્ડ ઘણા દિગ્ગજો સાથે વાત કરી રહ્યું હતું. જેમાં દ્રવિડનું નામ સૌથી ઉપર હતું. જો કે દ્રવિડ તેના માટે શરૂઆતમાં તૈયાર નહતા પણ બોર્ડ અધ્યક્ષ ગાંગુલી અને સચિવ જય શાહની પ્રથમ પસંદ તે હતા અને બંને લોકોએ કોઈ પણ રીતે દ્રવિડને આ કામ માટે રાજી કરી લીધા. જો દ્રવિડ તૈયાર ન થતા તો લક્ષ્મણ આ ભૂમિકામાં જોવા મળી શકતા, કારણ કે તે આ માટે ઉત્સુક હતા.

 

લક્ષ્મણ કોચ બનવા માટે ઉત્સુક હતા

ભારતના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ એક શોમાં ખુલાસો કર્યો કે લક્ષ્મણ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા ઈચ્છતા હતા પણ તે સમયે બોર્ડની પસંદ દ્રવિડ હતા, તેથી લક્ષ્મણને રાહ જોવી પડશે.

 

NCAની ખુરશી સંભાળી

ગાંગુલી અને જય શાહ દ્રવિડને ભારતીય ટીમના કોચ બનાવવા માટે મનાવવામાં સફળ રહ્યા અને સાથે જ લક્ષ્મણને પણ ભારતીય ક્રિકેટની આગામી પેઢી તૈયાર કરવા માટે પોતાની સાથે રાખવામાં સફળ રહ્યા. દ્રવિડના કોચ બનવાથી બીસીસીઆઈની નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખની જગ્યા ખાલી થઈ અને ગાંગુલીએ આ પદ પર લક્ષ્મણની નિમણુંક કરી, જેમને તાજેત્તરમાં જ પ્રમુખ તરીકે પોતાનો કાર્યકાળ શરૂ પણ કરી દીધો છે. તે NCAને સંભાળવાની સાથે જ ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમના કોચની ભૂમિકા પણ નિભાવશે.

 

આ પણ વાંચો: AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત

Next Article