Vitality T20 blast 2023 : 15 જુલાઈના દિવસે Vitality T20 Blast ટી20 લીગની ફાઈન મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં સમરસેટની ટીમે (Somerset) 14 રનથી રોમાંચક જીત મેળવી હતી. વર્ષ 2005 પછી 18 વર્ષ બાદ સમરસેટની ટીમે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ સમરસેટને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે સેમિફાઈનલ-ફાઈનલ મેચ એક જ દિવસે રમાઈ હતી.
Vitality T20 Blastની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના Edgbastonમાં સમરસેટ અને અસેક્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પહેલી બેટિંગ કરીને સમરસેટની ટીમે 20 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરતી અસેક્સની ટીમ 18.3 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : Jasprit Bumrah Fitness: જસપ્રિત બુમરાહે પકડી ફુલ સ્પીડ, એક મહિનામાં કરી શકે છે વાપસી!
Somerset win the Vitality Blast for the first time in 18 years 👏
Watch the highlights from their #FinalsDay victory over Essex 👇#Blast23 @SomersetCCC
— Vitality Blast (@VitalityBlast) July 15, 2023
Your #Blast23 winners! 🎉@SomersetCCC 🏆#FinalsDay pic.twitter.com/R8Si5PfDwT
— Vitality Blast (@VitalityBlast) July 15, 2023
આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઈનલ મેચમાં સમરસેટની ટક્કર સરેની ટીમ સાથે હતી. 19-19 ઓવરની આ મેચમાં સમરસેટની ટીમે પહેલી બેટિંગ કરીને 7 વિકેટના નુકશાન સાથે 142 રન બનાવ્યા હતા. જેની સામે સરેની ટીમ 16.5 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે સમરસેટની ટીમે 24 રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો : Asian Games 2023: ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળ્યા બાદ ઋતુરાજ ગાયકવાડનો નવો ધ્યેય Gold મેડલ
What an over 🙌
Seriously impressive bowling from Matt Henry 🔥#Blast23 #FinalsDay pic.twitter.com/aTQkrNnOu6
— Vitality Blast (@VitalityBlast) July 15, 2023
મેટ હેનરીએ ફાઈનલ મેચમાં 3.3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ તેની ટી20 કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતુ. આ દરમિયાન 2 વિકેટ તેણે એક જ ઓવરમાં લીધી હતી. તેના આ ધમાકેદાર પ્રદર્શનને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.
આ પણ વાંચો : Sky Diving: શિખર ધવને કર્યો ખતરનાક સ્ટંટ, વિમાનમાંથી યુવતી સાથે માર્યો કૂદકો, જુઓ Video