શોએબ અખ્તર કે બ્રેટ લી નહીં, સહેવાગ આ બોલરથી ડરતો હતો, કહ્યું- 7 વર્ષમાં તેની સામે રન બનાવવાની કળા શીખી

|

Jun 11, 2023 | 1:23 PM

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે તે બોલરનું નામ જાહેર કર્યું છે જેણે તેની કારકિર્દી દરમિયાન તેને ઘણી મુશ્કેલીમાં મૂક્યો હતો. સેહવાગે કહ્યું કે તેને આ ખેલાડી સામે રમવા વર્ષો લાગી ગયા હતા

શોએબ અખ્તર કે બ્રેટ લી નહીં, સહેવાગ આ બોલરથી ડરતો હતો, કહ્યું- 7 વર્ષમાં તેની સામે રન બનાવવાની કળા શીખી

Follow us on

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે તે બોલરનું નામ જાહેર કર્યું છે જેણે તેને તેની કારકિર્દી દરમિયાન ખૂબ જ પરેશાન કર્યા હતા. વીરુએ ખુલાસો કર્યો છે કે તે શ્રીલંકાના મહાન સ્પિન મુથૈયા મુરલીધરનનો સામનો કરતા ડરતો હતો, શોએબ અખ્તર, બ્રેટ લી અથવા મેકગ્રાથી નહીં.

ભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. પોતાની તોફાની બેટિંગથી ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવનાર સેહવાગે આ ફોર્મેટમાં બે ત્રેવડી સદી ફટકારી હતી. ભારત તરફથી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનવાનો રેકોર્ડ સેહવાગના નામે નોંધાયેલો છે. પરંતુ તે આ એક બોલરોનો સામનો કરતી વખતે ડરી જતો હતો.

સેહવાગ મુરલીધરનથી ડરતો હતો

એક ઈન્ટરવ્યુમાં સેહવાગે ખુલાસો કર્યો કે તે મુથૈયા મુરલીધરન સામે આઉટ થવાથી ડરતો હતો. સેહવાગે કહ્યું કે શોએબ અખ્તર, બ્રેટ લી જેવા બોલરો સામે તે ક્યારેય આઉટ થવાથી ડરતો ન હતો, પરંતુ મુરલીધરન એકમાત્ર એવો બોલર હતો, જેના બોલે વીરુને વિકેટ ગુમાવવાનો ડર હતો.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો : IND vs AUS: હજુ હારથી દૂર છે ભારતીય ટીમ, WTC Final માં ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ કરશે!

મુરલીધરનને સમજવામાં સાત વર્ષ લાગ્યા

વીરુએ કહ્યું કે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર ​​સામે રન બનાવવાની કળા શીખવામાં તેને સાત વર્ષ લાગ્યા. તેણે કહ્યું કે મુરલીધરન સામે રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા. સેહવાગના જણાવ્યા અનુસાર, તે 2001થી મુરલીધરનનો સામનો કરી રહ્યો હતો, પરંતુ 2007માં જ તેણે અનુભવી સ્પિનર ​​સામે યોગ્ય રીતે રન બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : દિલ્હી પોલીસે કુસ્તીબાજોને નોટિસ ફટકારી, બ્રિજ ભૂષણ સામેના દાવા પર ફોટો-વિડિયો માંગ્યા

જોકે, સેહવાગે ખુલાસો કર્યો હતો કે આઉટ થવાના ડર છતાં તે મુરલીધરન સામે મોટા શોટ મારવાનો પ્રયાસ કરતો હતો અને આ પ્રક્રિયામાં તેણે ઘણી વખત તેની વિકેટ ગુમાવી હતી. વીરુએ કહ્યું કે તેને શોએબ અખ્તર, બ્રેટ લી જેવા ફાસ્ટ બોલરો દ્વારા શરીર પર કે હેલ્મેટ પર ઈજા થવાનો ડર હતો, પરંતુ તેના મનમાં આ બોલરો માટે મુરલીધરનનો ડર નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article