અદાણી પર સેહવાગની વાતે ચાહકોના દિલ જીત્યા, ચાહકોએ કહ્યું તમે આગામી નાણામંત્રી છો!

ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે અદાણી ગ્રુપના સમર્થનમાં નામ લીધા વગર ટ્વિટ કર્યું હતું જે ખૂબ જ વાયરલ થયું છે. ચાહકો આ ટ્વિટને પસંદ કરી રહ્યા છે.

અદાણી પર સેહવાગની વાતે ચાહકોના દિલ જીત્યા, ચાહકોએ કહ્યું તમે આગામી નાણામંત્રી છો!
સેહવાગની વાતે ચાહકોના દિલ જીત્યા
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 07, 2023 | 4:58 PM

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગ તેની કારકિર્દી દરમિયાન શાનદાર બેટિંગ માટે જાણીતા હતા. ટેસ્ટ હોય, ODI હોય કે T20, પહેલા જ બોલ પર ચોગ્ગો કે છગ્ગો મારવો તે તેમની આગવી ઓળખ હતી. તેને આઉટ થવાનો ડર નહોતો. તેને 294ના સ્કોર પર પણ સિક્સર ફટકારવાનો આત્મવિશ્વાસ હતો. નિવૃત્તિ પછી પણ સેહવાગની આ સ્ટાઈલમાં બહુ ફરક નથી આવ્યો. પહેલા તે વિસ્ફોટક શોટ મારતો હતો અને હવે તે સ્ફોટક નિવેદનો આપે છે.

હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે પોતાના એક ટ્વિટથી ફેન્સમાં ફરી ધમાલ મચી છે. તેમણે ઉદ્યોગપતિ અદાણીનું નામ લીધા વિના તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું, જેના પછી ચાહકો તેમને આગામી નાણાં પ્રધાન બનાવવા માંગે છે. તેના આ ટ્વીટએ ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

 

હિંડનબર્ગના રિપોર્ટ પર સેહવાગે ટ્વિટ કર્યું

24 જાન્યુઆરીના રોજ, રિચર્સ કંપની હિડનબર્ગે રિપોર્ટ બહાર પાડ્યો. આ અહેવાલની ભારતીય શેરબજાર પર મોટી અસર થઈ અને અદાણી કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો.સેહવાગનું માનવું છે કે આ એક કાવતરું છે. તેણે પોતાના ટ્વીટમાં આ વાતનો સંકેત આપ્યો છે. તેણે લખ્યું, ‘ભારતની પ્રગતિ ગોરાઓથી સહન થઈ શકતી નથી. આ ભારતીય બજાર પર હુમલો છે જેમાં એક ષડયંત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ કોઈ ભલે ગમે તેટલો પ્રયત્ન કરે, પરંતુ હંમેશાની જેમ ભારત વધુ મજબૂત બનશે.

 

 

સેહવાગનું આ નિવેદન ચાહકોને પસંદ આવ્યું

ચાહકોને આ ટ્વીટ ખૂબ પસંદ આવ્યું. તેણે સેહવાગના જોરદાર વખાણ કર્યા. કેટલાકે કહ્યું કે સેહવાગે પોતાના નિવેદનથી સિક્સ ફટકારી છે. બીજી તરફ કેટલાકે મીમ્સ શેર કર્યા જેમાં વીરુને આગામી નાણામંત્રી કહેવામાં આવ્યા. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે સેહવાગે પોતાના નિવેદનમાં તે જ વિસ્ફોટક સ્ટાઈલ દેખાડી જે તેની બેટિંગમાં જોવા મળે છે.