વિરાટ કોહલીને આરામ સાથે મળ્યું નવું કામ! બીજી વનડેમાં અલગ રીતે મેદાનમાં થઈ એન્ટ્રી

India vs West Indies:વિરાટ કોહલી (virat kohli)ને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં બેટિંગ કરવાની તક મળી ન હતી, જ્યારે બીજી વનડેમાં તેને અને કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીને આરામ સાથે મળ્યું નવું કામ! બીજી વનડેમાં અલગ રીતે મેદાનમાં થઈ એન્ટ્રી
| Edited By: | Updated on: Jul 30, 2023 | 8:38 AM

India vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝની પ્રથમ મેચ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે બીજી મેચમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો અને આ વખતે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. જો તે અત્યારે પ્લેઈંગ ઈલેવનમાં નથી તો તેનો અર્થ એ નથી કે કોહલીએ એક્શનમાંથી દૂર થઈ જવું જોઈએ અને આવું થયું નથી. મેચની વચ્ચે વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું જે તેણે તેની સમગ્ર સિનિયર ક્રિકેટ કારકિર્દીમાં બહુ ઓછા તકે કરવું પડ્યું છે. ડ્રિંક બ્રેક દરમિયાન ખેલાડીઓને પાણી પીવડાવ્યું.

વર્લ્ડ કપ 2023 પહેલા જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પૂરી ક્ષમતા સાથે તૈયારી કરવી જોઈએ, ત્યારે ટીમ ઈન્ડિયા પ્રયોગ કરવામાં લાગી ગઈ છે. બીજી વનડેમાં પ્રયોગને એક ડગલું આગળ લઈ જઈને સિરીઝ જીત્યા પહેલા જ કોહલી અને રોહિત જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Breaking News: Stuart Broad Retirement: સ્ટુઅર્ટ બ્રોડે કરી સંન્યાસની જાહેરાત, 48 કલાક પછી ક્રિકેટ છોડી દેશે

કોહલીએ પીવડાવ્યું પાણી

હવે મેચમાં તો કોહલી તેના બેટથી ઝલવો દેખાડવાની તક મળી નથી પરંતુ કોહલીના ચાહકોને તેની ઝલક જરુર જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી. ભારતીય ટીમની વિકેટ સતત પડતી રહી અને ટીમ મોટા સ્કોર માટે સંધર્ષ કરતી રહી. કોહલી આમાં ટીમની કોઈ મદદ કરી શક્યો નહિ પરંતુ મેદાન પર જવાની જરુર તક મળી હતી.

 

( Source twitter : Johns)

ભારતીય ઈનિગ્સ 37મી ઓવર બાદ જ્યારે ડ્રિંકસ બ્રેક પડ્યો તો કોહલી અને યુઝવેન્દર ચહલ મેદાન પર પહોંચ્યા, આ દરમિયાન શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ બેટિંગ કરી રહ્યા હતા. બંન્ને ખેલાડીઓના હાથમાં એનર્જી ડ્રિંકસ અને પાણીની બોટલ હતી. અંદાજે 15 વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહેલા વિરાટ કોહલી પોતાના કરિયારમાં આવી રીતે સાથી મિત્રો ખેલાડીઓ માટે મેદાનમાં ડ્રિંકસ લઈ જવાની તક મળી. જેમાં મોટાભાગે કરિયરની શરુઆતમાં હતી. ત્યારે ટીમના પૂર્વ કેપ્ટન અને સીનિયર બેટ્સમેન હોવા છતા ખેલાડીઓ માટે પાણી લઈ જવું ચાહકોને ખુબ પસંદ આવે છે.

અંતે વનડેમાં મેદાન પર જોવા મળી અનોખી એન્ટ્રી

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર, કોહલીએ ટેસ્ટ સિરીઝમાં તેની રમત દેખાડી હતી, પરંતુ ચાહકોને હજુ પણ ODIમાં તેના બેટના શોર્ટને જોવાની તક મળી નથી. પ્રથમ મેચમાં કોહલીની બેટિંગ આવી ન હતી, જ્યારે બીજી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીના ચાહકો તેને ત્રીજી વનડેમાં રમતા જોવાની તક મેળવવા ઈચ્છશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો