Virat Kohli: ક્રિકેટના મેદાનથી દુર હાલ કિંગ કોહલી પત્નિ અનુષ્કા સાથે રજા માણી રહ્યો છે, શેર કર્યો શર્ટલેસ ફોટો

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા ઘણા સમયથી પોતાના ફોર્મથી ઝઝુમી રહ્યો છે. પોતાના નબળા ફોર્મના કારણે ચાહકો અને નિષ્ણાંતોએ તેને ક્રિકેટમાંથી (Cricket) થોડા સમય માટે બ્રેક લેવા માટે સુચન કર્યું હતું.

Virat Kohli: ક્રિકેટના મેદાનથી દુર હાલ કિંગ કોહલી પત્નિ અનુષ્કા સાથે રજા માણી રહ્યો છે, શેર કર્યો શર્ટલેસ ફોટો
Virat Kohli and Anushka Sharma (PC: Instagram)
| Edited By: | Updated on: Jun 13, 2022 | 9:37 AM

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટમાં નબળા ફોર્મથી ઝઝુમી રહેલ વિરાટ કોહલી ક્રિકેટમાંથી બ્રેક લઇને હાલ પોતાની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે વેકેશન માણી રહ્યો છે. હવે તેણે પોતાની એક તસવીર પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે. વિરાટે દરિયા કિનારે બેઠેલી તસવીર શેર કરી છે.

33 વર્ષીય કિંગ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બીચ પર શર્ટલેસ બેઠો છે અને તેના જબરદસ્ત ટેટૂ પણ દેખાઈ રહ્યા છે. વિરાટ કોહલીએ આ તસવીર શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ હતી. મહત્વનું છે કે વિરાટ કોહલી સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહેતો હોય છે. ત્યારે આ તેની ફોટો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ જોવા મળી રહી છે.

વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પુરી થયા બાદ ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે પાંચ મેચની T20 શ્રેણી (T20 Cricket) રમી રહી છે અને વિરાટ કોહલીને હાલ ક્રિકેટમાંથી આામ આપવાનો બોર્ડે નિર્ણય કર્યો છે.

 

વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ પણ આ સીરીઝમાં નથી રમી રહ્યા. આ પહેલા કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે પહેલી મેચના એક દિવસ પહેલા જ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે ઋષભ પંત ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

 

ઇંગ્લેન્ડના પ્રવાસથી વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે

જો વિરાટ કોહલી (Virat Kohli) ની વાત કરીએ તો તે હવે સીધો ઈંગ્લેન્ડ પ્રવાસ પર જોવા મળશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ એક ટેસ્ટ મેચ, ત્રણ T20 અને માત્ર ત્રણ ODI રમવાની છે. વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને ચાહકોને આશા છે કે ઈંગ્લેન્ડના પ્રવાસમાં જૂનો વિરાટ કોહલી જોવા મળશે.