Virat Kohli: વિરાટ કોહલી કેમ સફેદ શૂઝ પહેરીને જ મેદાનમાં ઉતરે છે? જાતે ખોલ્યુ રાઝ

|

Jun 06, 2023 | 9:38 AM

ICC WTC Final: આવતીકાલે બુધવારથી લંડનના ધ ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ શરુ થનારી છે. IPL 2023 ના અંતિમ તબક્કાનુ ફોર્મ WTC Final માં જળવાઈ રહે એવી આશા વિરાટ કોહલી પાસે રાખવામાં આવી રહી છે.

Virat Kohli: વિરાટ કોહલી કેમ સફેદ શૂઝ પહેરીને જ મેદાનમાં ઉતરે છે?  જાતે ખોલ્યુ રાઝ
Virat Kohli આ કારણથી સફેદ શૂઝ પહેરે છે?

Follow us on

WTC Final ની શરુઆત બુધવારે લંડનના ધ ઓવલના ગ્રાઉન્ડમાં થનારી છે. ભારતીય ટીમે આ વખતે કોઈ જ કચાસ ના રહી જાય એ માટે પુરી તૈયારીઓ કરી લીધી છે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. શુભમન ગિલ અને વિરાટ કોહલી સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. બંનેએ IPL 2023 દરમિયાન અંતિમ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલી તેનુ આ ફોર્મ WTC Final માં જાળવી રાખે એવી આશા ચાહકો તરફથી રાખવામાં આવી રહી છે. ભારતીય સ્ટાર બેટર્સ કોહલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉપયોગી રમત રમશે એમ માનવામાં આવી રહ્યુ છે.

ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓ માન્યતાઓ ધરાવતા હોય છે અને તેમાં વિરાટ કોહલી પણ બાકાત નથી. માન્યતાઓને અંગ્રેજીમાં સુપરસ્ટિશન (Superstition) કહેવામાં આવે છે. વિરાટ કોહલી સાથે પણ આવી માન્યતા જોડાયેલી છે. વિરાટ કોહલીએ કોરોના કાળ દરમિયાન આ વાતનો સ્વિકાર કર્યો હતો, તેના માટે પણ કેટલાક સુપરસ્ટિશન છે. આ વાત કોહલીએ ફુટબોલની દુનિયાના જાણિતા મેનેજર પેપ ગાર્ડિયોલા સાથેની વાતચિત દરમિયાન સ્વિકારી હતી. એક રીતે કહેવામાં આવે તો રાઝ ખોલ્યુ હતુ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કોહલીની આ છે માન્યતા!

સ્ટાર બેટર વિરાટ કોહલીએ ગાર્ડિયોલા સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, તેને સફેદ શૂઝ ખૂબ જ પસંદ છે. આમ વધારે તેને બેટિંગ કરવા દરમિયાન પસંદ છે. કોહલીએ બતાવ્યુ હતુ કે, તેને સફેદ શૂઝ પહેરીને જ રમવાનુ વધારે પસંદ છે. તેણે બતાવ્યુ હતુ કે, આ એક પ્રકારે સુપરસ્ટિશન છે. આગળ કહ્યુ હતુ કે, જ્યારે તે સફેદ શૂઝ પહેરે છે તો, પોતાના ઝોન અને સમયમાં તે રહે છે. આમ વ્હાઈટ શૂઝ તેની ખૂબ જ નજીક છે.

 

 

આ વાતચીતમાં ગાર્ડિયોલાએ શૂઝને લઈ એક માન્યતા પણ કહી હતી. તેણે કહ્યું કે જ્યારે તે રમતો હતો ત્યારે તે કાળા શૂઝ જ પહેરતા હતા, પરંતુ એક દિવસ તે લાલ જૂતા પહેરીને આવ્યો હતો, તેથી તેના મેનેજર જોહાન ક્રફે તેને કાળા જૂતા પહેરીને આવવા કહ્યું હતું.

 

WTC Final 2023 માં કમાલની આશા

કોહલીએ પોતાના કરિયરમાં અનેક ચડાવ ઉતાર જોયા છે. તેણે આગળના ચાર વર્ષ દરમિયાન ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તે 2019 થી 2022 સુધીના દરમિયાન રન માટે સંઘર્ષ કરતો જોવા મળતો હતો. સદી નોંધાવવા માટે જાણિતો કોહલી સદી શોધતો રહ્યો હતો. પરંતુ IPL 2023 માં તે તેના જૂના અંદાજ મુજબ જોવા મળ્યો છે. તે અંતિમ તબક્કામાં 2 શાનદાર સદી નોંધાવી ચુક્યો હતો. 14 મેચોમાં રમીને તેણે 53 થી વધારેની સરેરાશ સાથે 639 રન નોંધાવ્યા હતા. હવે આ ફોર્મને લઈ લંડનમાં જ આવા પ્રદર્શનની આશા ચાહકોની જાગી છે.

 

 

આ પણ વાંચોઃ WTC Final મેચ ડ્રો જવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન? ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શુ છે નિયમ 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:31 am, Tue, 6 June 23

Next Article