ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. જ્યા આગામી સપ્તાહથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરુઆત થનારી છે. સિરીઝની પ્રથમ મેચ આગામી બુધવાર 12 જુલાઈએ શરુ થનારી છે. આ માટે ભારતીય ટીમના ખેલાડીઓ ભરપૂર તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય ટીમ હાલમાં બાર્બાડોઝ છે, જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નેટમાં ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. વિરાટ કોહલી પણ ખૂબ જ પરસેવો વહાવતી પ્રેક્ટિશ કરી રહ્યો છે. કોહલીની બેટિંગ પ્રેક્ટિશના શોટ્સના વિડીયોને જોયા બાદ હવે સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના ચાહકો એક બીજા સામે બાખડી પડ્યા છે.
ભારત અને પાકિસ્તાનના ચાહકો કોહલીના શોટની પ્રેક્ટિશનો વિડીયો જોઈને રીતસરના બાખડી પડ્યા હતા. તમને પણ આ સાંભળીને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે અને કોહલીના શોટને લઈ પાકિસ્તાનમાં પણ ચર્ચા છવાઈ ગઈ હતી. હવે તમને એમ થશે કે, એવા કેવા શોટ કોહલીએ પ્રેક્ટિશ દરમિયાન જમાવ્યા હતા. તો એ વાતનો જવાબ પણ છે. વિરાટ કોહલીએ અશ્વિનના બોલ પર કમાલનો રિવર્સ શોટ રમ્યો હતો. આ શોટ કમાલનો હતો અને તેના પર ખૂબ જ ચર્ચાઓ થવા લાગી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રિવર્સ સ્વીપ શોટ જમાવ્યો અને એ પણ કમાલના અંદાજથી એમાં બબાલ થવાનુ પણ કારણ છે. કોહલીએ જેવો રિવર્સ સ્વીપ શોટ જમાવ્યો હતો એવો જ શોટ નેટ પ્રેક્ટિશ દરમિયાન પાકિસ્તાનના સ્ટાર ખેલાડી બાબર આઝમે પણ રમ્યો છે. બસ આ જ વાત પર બંને દેશની ટીમના ચાહકો આમને સામને થઈ ગયેલા જોવા મળ્યા હતા.
પાકિસ્તાનના સ્પોર્ટ્સ પત્રકાર ફરીદ ખાને તો બાબર આઝમનો રિવર્સ સ્વીપ રમતો વિડીયો પણ શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર બાબરનો વિડીયો શેર કરતા જ ચર્ચા વધી ગઈ હતી. ફરીદ ખાને તો લખ્યુ હતુ કે, બાર્બાડોઝમાં જે પ્રકારે શોટ વિરાટ કોહલીએ રમ્યો છે એવો જ શોટ કરાચીમાં બાબર આઝમ રમ્યો છે. તો વળી કેટલાક યુઝર્સતો સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરવા લાગ્યા હતા કે, કોહલી તો બાબર આઝમની કોપી કરી રહ્યો છે. તો ભારતીય ચાહકોએ તેમને જવાબ પણ વાળ્યા હતા કે વિરાટ આ પ્રકારના શોટ અરસાઓથી રમી રહ્યો છે.
Today, Virat Kohli played the same shot in Barbados which Babar Azam played in Karachi yesterday. Unbelievable 😱😱 #SLvPAK #WIvIND
Watch full practice sessions here 👇👇https://t.co/Swzr2oRpFc pic.twitter.com/Pef0OY8D5a
— Farid Khan (@_FaridKhan) July 5, 2023
આવતા સપ્તાહે ભારત અને પાકિસ્તાન બંને ક્રિકેટ ટીમો ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાને ઉતરશે. તો તેના બરાબર ચારેક દિવસ બાદ પાકિસ્તાન પણ શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમશે. બાબર આઝમ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારીઓ કરી રહ્યો છે. જ્યારે કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યો છે.
Published On - 11:57 pm, Wed, 5 July 23