Virat Kohli : વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. પોતાની બેટિંગથી તેણે કરોડો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ક્રિકેટની સાથે તેને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. વિરાટ કોહલી પાસે Audi R8 થી Audi Q8, Toyota Fortuner અને Range Rover સુધીની કાર છે. તે લક્ઝરી કાર બ્રાન્ડ ઓડીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. વિરાટ કોહલીનું કહેવું છે કે, પહેલા તેને સ્પોર્ટ્સ કારનો ઘણો શોખ હતો.
પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીની પહેલી કાર કઈ હતી? આ સાથે જ વિરાટ કોહલીની પહેલી કાર સાથે કંઈક એવું થયું કે તેનું મગજ પણ ગોથું મારી ગયું હતુ.
આ પણ વાંચો : CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સનું નામ અનેક વખત બદલવામાં આવ્યું, જાણો તેના ઈતિહાસ વિશે
વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટસના કાર્યક્રમમાં જણાવ્યું કે, તેની પ્રથમ કાર ટાટા સફરી લીધી હતી. આ ગાડી ખરીદવાનું કારણ ફીચર્સ નહિ પરંતુ કાંઈ બીજું હતુ. વિરાટે જણાવ્યું કે, તેમણે ટાટા સફારી જેવી ગાડી એટલા માટે લીધી હતી કારણ કે, આ ગાડી રસ્તા પર ચાલશે તો અન્ય ગાડી સાઈડમાં થઈ જશે.
વિરાટ કોહલીને સ્પોર્ટ્સ કારનો શોખ
વિરાટ કોહલીએ કહ્યું કે પહેલા તેને સ્પોર્ટ્સ કારનો શોખ હતો પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો, હવે તેને ફેમિલી કાર પસંદ આવે છે. વિરાટ કોહલીએ કહ્યું કે, હવે તે કારમાં જગ્યા જુએ છે. તેઓ જુએ છે કે કાર કેટલી આરામદાયક છે. વિરાટ કોહલીએ કહ્યું કે હવે તેની અનેક કાર છે. ઉપરાંત, તેની પાસે ઇલેક્ટ્રિક કાર છે જેનો સ્ટાફ તેનો ઉપયોગ કરે છે.
તેણે ટાટા સફારી સાથેની એક રમૂજી ઘટના પણ શેર કરી. વિરાટે કહ્યું હું મારા ભાઈ સાથે બહાર ગયો હતો. મને હજુ પણ યાદ છે કે તે ડીઝલ કાર હતી. અમે કારમાં સિસ્ટમ લગાવી દીધી હતી અને અમે ફરતા હતા. મારો ભાઈ કારમાં એટલો ખોવાઈ ગયો કે તેણે પેટ્રોલ વાહનમાં ડીઝલ નાખ્યું. આ પછી કાર ચાલતી વખતે અચાનક બંધ થઈ ગઈ. અમારે ટાંકી સંપૂર્ણપણે ખાલી કરાવવી પડી.”