વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે 30 કરોડનું દાન આપ્યું ! જાણો શું છે સત્ય?

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ મોટી રકમ દાનમાં આપી હોવાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. વિરાટ મોટો ખેલાડી છે, તેમાં કોઈ બે મત નથી. પરંતુ, તેણે પૈસા દાનમાં આપ્યાના સમાચારમાં કોઈ સત્ય નથી.

વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે 30 કરોડનું દાન આપ્યું ! જાણો શું છે સત્ય?
Virat Kohli
| Edited By: | Updated on: Jun 05, 2023 | 5:14 PM

ઓડિશાના Balasore માં ટ્રેન દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી હતી. આ અકસ્માત એટલો મોટો હતો કે તેની ગણતરી ભારતના મોટા રેલ અકસ્માતોમાં થવા લાગી છે. તેનું કારણ તેમાં માર્યા ગયેલા અને ઘાયલ લોકોની સંખ્યા છે. લંડનથી વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરીને આ મોટી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને હવે એવા સમાચાર છે કે તેણે ટ્રેન અકસ્માતના રાહત ફંડમાં પણ દાન કર્યું છે.

પરંતુ સવાલ એ છે કે શું આમાં ખરેખર સત્ય છે? શું વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન અકસ્માત માટે મદદનો હાથ લંબાવતી વખતે ખરેખર પૈસા દાનમાં આપ્યા છે? અને જો હોય તો કેટલા? તો ચાલો આ સમગ્ર મામલાની તપાસ કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આ સમાચારમાં કેટલું સત્ય છે.

શું ખરેખર કોહલીએ 30 કરોડનું દાન કર્યું છે?

અહેવાલ છે કે વિરાટ કોહલીએ ઓડિશા રેલ ટ્રેજેડી રિલીફ ફંડમાં 30 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સોશિયલ મીડિયા પર આ અંગે સામે આવેલા આ ફોટોમાં પણ વિરાટની પ્રશંસા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે એક મોટો ખેલાડી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ, તેણે પૈસા દાનમાં આપ્યાના સમાચારમાં કોઈ સત્ય નથી. આ માટે કોઈ નક્કર પુરાવા નથી. તેમજ વિરાટ તરફથી આ અંગે કોઈ નિવેદન કે ટ્વીટ પણ કરવામાં આવ્યું નથી. અમને કોઈ સત્તાવાર નિવેદન પણ મળ્યું નથી, જેમાં એવો દાવો કરવામાં આવે કે વિરાટે આવું કંઈક કર્યું હોય.

આ પણ વાંચોઃ ગુજરાત ટાઈટન્સનો ખેલાડી લવ જેહાદ વિશે પોસ્ટ કરી બરાબર ફસાયો, બાદમાં માંગી માફી

ધોની વિશે પણ ઊડી અફવા

MS ધોનીને લઈને સોશિયલ મીડિયા પર પણ આવા જ સમાચાર ચાલી રહ્યા છે કે તે મહિલા રેસલર્સ સાથે છે અને જો જરૂર પડશે તો તે તેના મેડલ પરત કરશે. પરંતુ, જ્યારે અમે આ સમાચારની પણ તપાસ કરી તો ખબર પડી કે આ માત્ર એક અફવા છે. જણાવી દઈએ કે ધોનીએ હાલમાં જ પોતાના ઘૂંટણની સર્જરી કરાવી છે અને તે ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો