T20 World Cup: વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ તૂટી ગયો! ટીમને લઇને કહી દીધી મોટી વાત

|

Nov 01, 2021 | 9:46 AM

દુબઈમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, વિરાટ એન્ડ કંપની માટે સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય

T20 World Cup: વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ તૂટી ગયો! ટીમને લઇને કહી દીધી મોટી વાત
Virat Kohli

Follow us on

ટીમ ઈન્ડિયાને (Team India) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ એકથી વધુ દિગ્ગજોથી ભરેલી ટીમ પ્રથમ બે મેચ હાર્યા બાદ ચેમ્પિયન બનવાની રેસમાંથી બહાર દેખાઈ રહી છે. પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પણ 8 વિકેટે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ હાર સાથે હવે સેમીફાઈનલમાં પહોંચવું અશક્ય લાગી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં માત્ર 110 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે તેના ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી હિંમત બતાવી શક્યા નથી.

કોહલીએ સતત બીજી હાર બાદ કહ્યું, ‘આ ખૂબ જ અજીબ છે. મને નથી લાગતું કે અમે અમારી રમતમાં બેટ કે બોલથી હિંમત દાખવી શક્યા છીએ. અમે ઘણા રન તો નથી બનાવી શક્યા પરંતુ તેને બચાવવાની હિંમત પણ નથી કરી. આપને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતના ટોપ 4 બેટ્સમેન ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થયા હતા. ઈશાન કિશન માત્ર 4 રન બનાવી શક્યો હતો. રોહિત શર્મા 14, કેએલ રાહુલ 18 અને રોહિત શર્મા માત્ર 9 રન બનાવી શક્યા હતા. બેટ્સમેનોના ફ્લોપ રહ્યા બાદ બોલરો કંઈ કરી શક્યા ન હતા અને પરિણામ ટીમ ઈન્ડિયાની હારમાં આવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દબાણનો સામનો કરવો પડશે – વિરાટ

મેચ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે ભારત તરફથી રમતી વખતે અપેક્ષાઓ પર ખરા ઉતરવું જોઈએ. તેણે કહ્યું, જ્યારે તમે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમો છો, ત્યારે માત્ર ચાહકો જ નહીં પરંતુ ખેલાડીઓને પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષાઓ હંમેશા રહેશે અને અમે આટલા વર્ષોથી તેનો સામનો કરી રહ્યા છીએ. ભારત માટે રમે છે તે દરેક ખેલાડીએ તે કરવું પડશે. હું તે કરી શક્યો નહીં.

આ ટૂર્નામેન્ટ બાદ T20 ટીમની કેપ્ટનશીપ છોડનારા કોહલીએ કહ્યું, ‘તમે ભારતીય ટીમ છો અને તમારી પાસેથી અપેક્ષાઓ છે, તો તમે અલગ રીતે રમી શકતા નથી.’ જોકે, તેણે એમ પણ કહ્યું, ‘અમે ઠીક છીએ અને અત્યારે ખૂબ ક્રિકેટ રમવાનું બાકી છે. ભારતે હવે આગામી લીગ મેચ હવે અફઘાનિસ્તાન, નામિબિયા, સ્કોટલેન્ડ સામે રમવાની છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: ન્યુઝીલેન્ડ સામે હાર બાદ જસપ્રિત બુમરાહે કહ્યુ છ મહિના થી ઘર-પરિવાર થી દૂર છીએ

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: લૂધીયાણામાં જન્મેલા મૂળ ભારતીય બોલર ન્યુઝીલેન્ડ વતી રમી ટીમ ઇન્ડિયા માટે આફત બન્યો, ભારત માટે સેમી ફાઇનલમાં પહોંચવુ કપરું બનાવી દીધુ

Next Article