IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર

|

Apr 24, 2022 | 12:37 PM

વિરાટ કોહલી (Virat Kohli) અંતિમ બંને મેચમાં શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો છે, તો હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) પણ અંતિમ મેચમાં શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.

IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર
Virat Kohli-Rohit Sharma બંનેએ ફેન્સને નિરાશ કર્યા છે

Follow us on

IPL 2022 તેની અડધી સફર પુર્ણ કરી ચુક્યુ છે. જોકે આ વખતે જે ટીમો અને જે ખેલાડીઓ પાસેથી મોટી અપેક્ષા રાખવામાં આવી હતી, એ પૂર્ણ થઇ શકી નથી. વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આ બંને સ્ટાર ખેલાડીઓ સિઝનમાં ચાલી નથી રહ્યા. બંને સ્ટાર ખેલાડીઓની રમત નબળી રહી છે, તો સાથે જ બંનેની ટીમની સ્થિતી પણ તેમના કારણે હવે મુશ્કેલ જઈ રહી છે. રોહિત શર્માની ટીમ સિઝનમાં હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. ટીમ ઇન્ડિયા (Team India) ની પણ આ બંને ખેલાડીઓના પ્રદર્શનને જોતા ચિંતા વધે એ સ્વભાવિક છે.

બંને ખેલાડીઓનુ નબળુ પ્રદર્શન હવે ભારતીય ક્રિકેટ ચાહકોને માટે ચિંતા વર્તાવી રહી છે. કારણ કે રોહિત ટીમ ઈન્ડિયાનો વર્તમાન કેપ્ટન છે. તો વિરાટ કોહલી પૂર્વ કેપ્ટન છે. બંને ખેલાડીઓ પાસેથી ટીમ ઈન્ડિયાને પણ ખૂબ અપેક્ષા છે. વર્ષના અંતિમ હિસ્સામાં ટી20 વિશ્વકપ પણ રમાનારો છે, ત્યારે બંનેનુ પ્રદર્શન ટીમ માટે સ્વભાવિક જ ચિંતા ઉપજાવે એમ છે.

આમ તો બંનેએ સિઝનની શરુઆતની પ્રથમ ઈનીંગ ભલે અર્ધશતકીય રમી નહોતી પરંતુ સારી હતી. જોકે ત્યાર બાદ સતત તેમની પ્રદર્શન નબળુ રહેવા લાગ્યુ હતુ. બંને ખેલાડીઓ હવે એક એક રન માટે તરસતા હોય એવી સ્થિતી વર્તાઈ રહી છે. રોહિત અને વિરાટ બંનેની રમત મેચ દર મેચ કંગાળ દેખાવા લાગ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કોહલીનુ કંગાળ ફોર્મ

કોહલીની અંતિમ બંને ઈનીંગ શૂન્ય પર જ રહી ગઈ હતી. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ કોહલી ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. એટલે કે પ્રથમ બોલ પર જ તે શૂન્ય રને આઉટ થયો હતો. આ પહેલા પણ તે આ જ રીતે આઉટ થયો હતો. વિરાટ કોહલીની આ પ્રકારે શૂન્ય પર સતત આઉટ થવાને લઈ ફેન્સ પણ નિરાશ હતા. તો વળી ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા.

વિરાટ કોહલીએ સિઝનમાં પ્રથમ મેચમાં અણનમ 41, બીજી મેચમાં 12, ત્રીજી મેચમાં 5, ચોથી મેચમાં 48, પાંચમી મેચમાં 1, છઠ્ઠી મેચમાં 12 અને સાતમી-આઠમી મેચમાં શૂન્ય રને વિકેટ ગુમાવી હતી. કોહલીએ સિઝનમાં 8 મેચ રમીને 119 રન નોંધાવ્યા છે. જે તેણે 17 ની સરેરાશ થી કર્યા છે. જ્યારે તેનો સરેરાશ સ્ટ્રાઇક રેટ 122.68 નો રહ્યો છે. તો વળી તે રનના મામલામાં શનિવારની મેચના અંતે સિઝનમાં 39 માં ક્રમે છે.

મુંબઈના કેપ્ટનની સ્થિતી મુશ્કેલ

હિટમેન રોહિત શર્મા પણ કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ સતત સાત મેચમાં હાર મેળવી ચૂકી છે. હવે રોહિત શર્માનુ ખરાબ ફોર્મ પણ તે હારના કારણો પૈકી એક માનવામાં આવી રહ્યુ છે. તે પોતે પણ સ્વિકાર કરી રહ્યો છે, કે જે પ્રમાણેના પ્રદર્શનની આશા હતી તે એ પુરુ કરી રહ્યો નથી.

આઇપીએલ 2022ની સિઝનમાં રોહિત શર્માએ પ્રથમ મેચમાં 41, બીજી મેચમાં 10, ત્રીજી મેચમાં 3, ચોથી મેચમાં 26, પાંચમી મેચમાં 28, છઠ્ઠી મેચમાં 6 અને સાતમી મેચમાં શૂન્ય રને વિકેટ ગુમાવી હતી. સિઝનમાં 41માં ક્રમે રનના મામલે રહેલા રોહિત શર્માએ આઇપીએલ 2022માં અત્યાર સુધીમાં 114 રન નોંધાવ્યા છે, જે કોહલી કરતા 5 રનનુ અંતર ધરાવે છે. 16.29ની સરેરાશ થી રન કરનાર રોહિતનો આ દરમિયાન સરેરાશ સ્ટ્રાઈક રેટ 126.66 રહ્યો છે.

 

આ પણ વાંચો : Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : IPL 2022: કમર થી ઉપર ફુલટોસ નો બોલને લઈને શુ કહે છે નિયમ, ત્રીજા અંપાયરની શુ હોય છે ભૂમિકા? જાણો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 12:30 pm, Sun, 24 April 22

Next Article