શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023 ની મેચ રમાનારી છે. શ્રીલંકાના પલ્લીકલ સ્ટેડિયમમાં આ ટક્કર બપોરે 3 કલાકે શરુ થશે. આ મેચમાં ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી પર દુનિયાભરની નજર રહેશે. ભારતીય સ્ટાર વિરાટ કોહલી પાકિસ્તાન સામે મોટેભાગે શાનદાર ઈનીંગ વડે પોતાની તાકાત દેખાડી ચુક્યો છે. કોહલીના બેટથી પાકિસ્તાન સામેની મેચમા રન નિકળતા જ રહ્યા છે. આવી જ આશા શનિવારે ભારતીય ક્રિકેટ ચાહકો ફરીવાર રાખી રહ્યા છે.
ગત વર્ષે T20 વિશ્વકપમાં પણ વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન પાકિસ્તાન સામે દર્શાવ્યુ હતુ. પાકિસ્તાનના બોલરો પણ આ રમતને હજુ સુધી ભૂલ્યા નથી અને મેદાનમાં કોહલી કોહલીના અવાજ હજુ પણ પાકિસ્તાની બોલર્સના કાનમાં ગૂંજતા હોય એમ લાગી રહ્યુ છે. પાકિસ્તાનના બોલરે પણ એ વાત સ્વિકારતા કહ્યુ કે, જ્યાં પણ જાય છે ત્યા કોહલી કોહલીનુ નામ શરુ થઈ જાય છે.
શુક્રવારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ પલ્લેકેલે સ્ટેડિયમમાં એક જ સમય પર પ્રેક્ટિસ કરી હતી. અભ્યાસ દરમિયાન બંને દેશની ટીમનો ખેલાડીઓ એક બીજાને મળ્યા હતા. બંને ટીમના ખેલાડીઓએ એક બીજા સાથે રહીને વાતો પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન જ પાકિસ્તાની બોલરે કોહલીને જોઈએ આ અવાજને લઈ વાત કરી હતી.
પાકિસ્તાની પેસર બોલર હારિસ રઉફ અને વિરાટ કોહલી એક બીજાને જોઈને મળવા માટે આગળ વધ્યા હતા. આ દરમિયાન રઉફે કોહલીને જોઈને કહ્યુ કે, તે જ્યાં પણ જાય છે, ત્યા બધે જ સૌ કોઈ કોહલી કોહલી ચિલ્લાવા લાગે છે. રઉફની આ વાત સાંભળી વિરાટ કોહલી પણ હસી પડ્યો હત. બંનેએ એક બીજાને હાથ મિલાવીને ગળે લગાવી દીધા હતા.
Pakistan and India players meet up ahead of Saturday’s #PAKvIND match in Kandy ✨#AsiaCup2023 pic.twitter.com/iP94wjsX6G
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2023
રઉફની બોલિંગમાં જ વિરાટ કોહલીએ સળંગ બે છગ્ગા અંતિમ ટી20 વિશ્વકપ દરમિયાન જમાવ્યા હતા. મેલબોર્નમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વિશ્વકપ મેચમાં કોહલીએ રઉફ લઈને આવેલ 19મી ઓવરના અંતિમ બંને બોલ પર બે સળંગ છગ્ગા જમાવી દીધા હતા. આ છગ્ગાએ ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી દીધુ હતુ. અંતમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો.
The King himself, Kohli defied the odds and smashed back-to-back sixes against Haris Rauf
India Vs Pakistan (ICC Men’s T20 World Cup 2022) #ViratKohli #ViratKohli #AsiaCup2023 #AsiaCup #INDvsPAK #PakVsInd #ICCWorldCup2023 pic.twitter.com/ClfZSp5hAi
— Ayush Singh (@Ayush_Singh8) August 29, 2023
મુલાકાત દરમિયાન રઉફે આ બંને સળંગ સિક્સરને પણ યાદ કરી હતી. કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ દરમિયાન વિરાટ કોહલીએ જમાવેલી 2 સિક્સર આજે પણ યાદ આવે છે. રઉફ અને કોહલીએ બાદમાં ફિટનેસ અને વનડે ક્રિકેટને લઈ વાતો કરી હતી.
Published On - 9:37 am, Sat, 2 September 23