Virat Kohli, IPL 2023: દિલ્હી સામે મેદાનમાં ઉતરતા પહેલા વિરાટ કોહલીએ ગુરુના લીધા આશિર્વાદ, રચ્યો વિક્રમ Video

DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે સારી શરુઆત ટીમને કરાવી છે. કેપ્ટન સાથે સારી ભાગીદારી રમત રમી છે. કોહલીએ શાનદાર અડધી સદી દિલ્હીમાં નોંધાવી હતી.

Virat Kohli, IPL 2023:  દિલ્હી સામે મેદાનમાં ઉતરતા પહેલા વિરાટ કોહલીએ ગુરુના લીધા આશિર્વાદ, રચ્યો વિક્રમ Video
Virat Kohli 7000 IPL runs record
| Edited By: | Updated on: May 06, 2023 | 10:45 PM

IPL 2023 ની 50મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. દિલ્હીના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર શરુઆત ટીમને કરાવી છે. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ રહી છે, આ મેચ પહેલા કોહલીએ પોતાના ગુરુના આશિર્વાદ લીધા છે. ગુરુના આશિર્વાદ લઈ મેદાને ઉતરતા જ વિરાટ કોહલીએ આઈપીએલમાં પોતાના નામે એક ખાસ મુકામ હાંસલ કરી લીધુ છે.

વિરાટ કોહલી અંતિમ મેચમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે લખનૌમાં મેચ બાદ ઘર્ષણ સર્જાયુ હતુ. આ બબાલને લઈ ખૂબ ચર્ચા છવાઈ હતી. હવે કોહલી દિલ્હીમાં રમી રહ્યો છે અને ગુરુના આશિર્વાદ બાદ રમતમાં ઉતરીને અડધી સદી નોંધાવી હતી. સાથે જ ખાસ રેકોર્જ પણ નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

ગુરુને કર્યા ચરણ સ્પર્શ

મેચ શરુ થવા પહેલા વિરાટ કોહલીએ પોતાના બાળપણના કોચ રાજકુમાર શર્માના ચરણ સ્પર્શ કર્યા હતા. વિરાટ કોહલીએ દિલ્હીના મેદમાં મેચ પહેલા પ્રેક્ટિશ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે રાજકુમાર શર્માને જોયા હતા અને જ્યાં તે તેમની પાસે પહોંચીને તેમના ચરણ સ્પર્શ કરીને આશિર્વાદ મેળવ્યા હતા. બાદમાં બંને ગુરુએ તેને ગળે લગાડ્યો હતો. થોડીક વાર બંને વચ્ચે વાતો પણ થઈ હતી. આમ વિરાટ કોહલીએ પોતાના કોચ પ્રત્યે સન્માન દાખવતા જ ચાહકોને આ પળનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હતો.

 

 

IPL માં નોંધાવ્યો વિક્રમ

આશિર્વાદ મેળવ્યા બાદ દિલ્હી સામે મેદાને ઉતરતા જ વિરાટ કોહલીએ કમાલની રમત દર્શાવી હતી. અડધી સદી નોંધાવનારા કોહલીએ ઈનીંગની શરુઆતે જ ખાસ સિદ્ધી હાંસલ કરી હતી. કોહલીએ અક્ષર પટેલ લઈને આવેલ ઈનીંગની બીજી ઓવરમાં એક ચોગ્ગો ફટકારીને 7000 રન પુરા કર્યા હતા. આ આંકડા પર પહોંચનારો વિરાટ કોહલીએ આઈપીએલમાં પ્રથમ ક્રિકેટર છે.

 

 

કોહલીએ 235 મેચમાં 225 ઇનિંગ્સ રમીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ 36ની એવરેજ અને 129ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. તેના નામે 50 અડધી સદી અને 5 સદી છે. કોહલી પછી બીજા ક્રમે દિલ્હીમાં રહેતા શિખર ધવન છે. આ સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા ધવને 212 ઇનિંગ્સમાં 6536 રન બનાવ્યા છે.

 

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 9:08 pm, Sat, 6 May 23