કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો આપ્યો છે. પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી છે. શૂન્ય રને જ વિકેટ ગુમાવવાને લઈ બેંગ્લોરને ઘર આંગણે જ ખરાબ શરુઆત થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લુરુમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરની ટીમનુ સુકાન વિરાટ કોહલી સંભાળી રહ્યો છે, જે ઓપનર તરીકે આવતા જ પોતાની વિકેટ પ્રથમ બોલ પર વિકેટ ગુમાવી દઈ રોયલ ડક આઉટ થઈ હતી.
મેચની પ્રથમ ઓવર લઈને ટ્રેન્ટ બોલ્ટ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર તેણે LBW વિકેટની અપિલ કરી હતી. બોલ્ટે પ્રથમ વાર T20 ક્રિકેટમાં પ્રથમ વાર વિરાટ કોહલીની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટિંગ માટે ઉતાર્યુ હતુ. વિરાટ કોહલી ઓપનર તરીકે બેટિંગ કરવા માટે સ્ટ્રાઈક પર આવ્યો હતો. સામે છેડે ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવર બેંગ્લોર સામે લઈને આવ્યો હતો. વિરાટ કોહલીએ હોમગ્રાઉન્ડ પર જ પોતાની વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. ટીમને શૂન્ય રને જ મોટો ઝટકો લાગ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ વાર જ ટી20 ક્રિકેટમાં વિરાટને પોતાનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી.
Boulty’s 100th IPL wicket – Virat Kohli. ⚡ pic.twitter.com/4Jh2351pB6
— Rajasthan Royals (@rajasthanroyals) April 23, 2023
બોલ્ટ માટે આ વિકેટ મહત્વની હતી. આઈપીએલમાં બોલ્ટે 100 વિકેટ પૂરી કરી હતી. સાથે જ તેણે આઈપીએલમાં બોલ્ટે પ્રથમ ઓવરમાં 21 વિકેટ ઝડપી છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવરમાં 22 વિકેટ ઝડપી છે. બોલ્ટે આગળની ઓવરમાં જ શાહબાઝ અહમદની વિકેટ ઝડપી હતી.
કોઈ ટીમનો ઓપનર મેચના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દે ત્યારે તેને રોયલ કે પ્લેટિનમ ડક વિકેટ ગુમાવ્યાનુ કહેવામાં આવે છે. આ પ્રકારે આઉટ થવાને પ્લેટિનમ અને રોયલ ડક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે માત્ર ઓપનર બેટર જ આઉટ થઈ શકે છે. ક્રિકેટમાં ગોલ્ડન ડક તરીકે ઓળખવામાં આવે છે કે, જેમાં પ્રથમ બોલ પર જ બેટર આઉટ થઈ પરત ફરે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 5:06 pm, Sun, 23 April 23