Virat Kohli 100th Test: ધર્મશાળા-બેંગ્લોરમાં દર્શકોને પ્રવેશ, કોહલીની 100મી ટેસ્ટમાં દર્શકોને છૂટ નહીં અપાતા અનેક પ્રશ્નો ઉભા થયા

વિરાટ કોહલી મોહાલી ટેસ્ટમાં ઇતિહાસ રચશે. વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યો છે. ત્યારે મેદાન પર દર્શકો નહીં હોય. ભારતીય ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

Virat Kohli 100th Test: ધર્મશાળા-બેંગ્લોરમાં દર્શકોને પ્રવેશ, કોહલીની 100મી ટેસ્ટમાં દર્શકોને છૂટ નહીં અપાતા અનેક પ્રશ્નો ઉભા થયા
Virat Kohli (File Photo)
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:06 PM

ટીમ ઇન્ડિયાના (Team India) પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) આવનારી 4 માર્ચના રોજ ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચના રોજ ટેસ્ટ સીરિઝ શરૂ થઇ રહી છે. મોહાલીમાં રમાનાર આ મેચ ખાસ રહેશે. કારણ કે વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ (100th Test Match) મેચ હશે. પણ આ ખાસ પળ જોવા માટે મેદાનની અંદર કોઇ દર્શક નહીં હોય.

પંજાબ ક્રિકેટ એસોસિએશને પહેલા જ કહી દીધું છે કે મોહાલી ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ નહીં મળે. પંજાબ ક્રિકેટ એસોસિએશનનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડની સુચના અનુસાર મેચ સમયે દર્શકોને પ્રવેશ મળશે નહીં. મોહાલી અને આસપાસના વિસ્તારોમાં કોરોના કેસ જોતા આવું જોવા મળ્યું છે.

ધર્મશાળા-બેંગ્લોરમાં દર્શકોની હાજરી

જોકે તેના પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કારણ કે ધર્મશાળામાં ભારતે હાલમાં જ બે ટી20 મેચ રમાઇ, જેમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યા હતા. તે સીવાય ભારત-શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટમાં દર્શકોને પ્રવેશ મળશે.

ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલી સૌથી મોટો ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ઘણી સિદ્ધી મેળવી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ લગભગ પાંચ વર્ષ સુધી નંબર વન ટીમ બની રહી હતી. સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટેસ્ટ ક્રિકેટની વ્યુઅરશિપમાં વધારો થયો હતો.


હવે જ્યારે વિરાટ કોહલી માટે એક મોટી ક્ષણ આવી રહી છે, ત્યારે તેની સામે એક પણ દર્શક મેદાન પર નહીં હોય. વિરાટ કોહલી ઘણીવાર એ વાત કહી ચુક્યો છે કે દર્શકો મેદાન પર હોય છે ત્યારે ઘણી એનર્જી મળે છે. મોહાલી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં મળે. તો ટ્વિટર પર લોકોનો ગુસ્સો ફુટી રહ્યો છે. લોકોએ માંગણી કરી છે કે બીસીસીઆઈ ઓછામાં ઓછું 25% દર્શકોને પ્રવેશ આપે.

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન

આ પણ વાંચો : પંજાબ કિંગ્સ ટીમે જાહેર કર્યો પોતાનો નવો સુકાની, ભારતના આ બેટ્સમેનને મળી જવાબદારી

Published On - 6:52 pm, Mon, 28 February 22