બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ રહી છે. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસીએ શાનદાર શરુઆત અપાવી હતી. વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી હતી. 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને 175 રનનો ટાર્ગેટ મળ્યો છે.
વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર તરીકે આવીને તેણે 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. બીજી ઈનિંગમાં તેણે 2 મહત્વપૂર્ણ કેચ પણ પકડયા હતા. બીજી ઈનિંગમાં વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી હતી.વિરાટ કોહલીના પ્રદર્શનથી ફેન્સની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ ખુશ થઈ ગઈ હતી. તેના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
Anushka Sharma is enjoying Virat Kohli catch! #RCBvsDC pic.twitter.com/U6VwgZsktf
— Virat Kohli Fan Club (@Trend_VKohli) April 15, 2023
Anushka Sharma was so exited after Virat Kohli’s catch. ❤️#RCBvsDCpic.twitter.com/lNz2pwIvO9
— Sexy Cricket Shots (@sexycricketshot) April 15, 2023
Look at the happiness
Anushka Sharma is ecstatic after Virat Kohli takes the catch of Mitchell Marsh.
: Jio Cinema#RCBvDC #IPL2023 pic.twitter.com/LD3OauDNy5
— 12th Khiladi (@12th_khiladi) April 15, 2023
પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમ તરફથી વિરાટ કોહલીએ 20 રન , ફાફ ડુ પ્લેસિસે 20 રન, મહિપાલ લોમરે 26 રન, ગ્લેન મેક્સવેલે 24 રન, શાહબાઝ અહેમદે 20 રન , દિનેશ કાર્તિક ગોલ્ડન ડક, હર્ષલ પટેલે 6 રન અને અનુજ રાવતે 15 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરે 8 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. લગ્ન કરીને પરત ફરેલા મિચેલ માર્શે 2 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 6:53 pm, Sat, 15 April 23