Video: 147 KMPHની ઝડપે ઉમરાન મલિકે ઉડાવ્યા સ્ટંપ, શ્રીલંકાના ખેલાડીઓ થયા લાચાર

આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે પણ તે બધા વચ્ચે યુવા બોલર ઉમરાન મલિકે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. આ મેચમાં ઉમરાન મલિકે 145 kmphની ઝડપથી બોલ ફેંકીને સ્ટંપ ઉડાવ્યા હતા.

Video: 147 KMPHની ઝડપે ઉમરાન મલિકે ઉડાવ્યા સ્ટંપ, શ્રીલંકાના ખેલાડીઓ થયા લાચાર
Umran malik
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 05, 2023 | 10:05 PM

પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં હાલમાં શ્રીલંકા અને ભારત વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમને 207 રનનો ટાર્ગેટ મળ્યો છે. પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરીને શ્રીલંકાની ટીમે 6 વિકેટના નુકશાન સાથે 206 રન બનાવ્યા છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે પણ તે બધા વચ્ચે યુવા બોલર ઉમરાન મલિકે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. આ મેચમાં ઉમરાન મલિકે 147 kmphની ઝડપથી બોલ ફેંકીને સ્ટંપ ઉડાવ્યા હતા.

147 kmphની ઝડપથી બોલ ફેંકીને ઉમરાન મલિકે શ્રીલંકાના Bhanuka Rajapaksaની વિકેટ લીધી હતી. મુંબઈમાં રમાયેલી પ્રથમ ટી20માં પણ ઉમરાન મલિકે 155 kmphની સૌથી વધારે ઝડપથી બોલ ફેંક્યો હતો. યુવા બોલર ઉમરાન મલિક પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી લોકોનું દિલ જીતી રહ્યો છે.

બીજી મેચમાં ભારતીય બોલરનું પ્રદર્શન

આજની બીજી મેચમાં સૌથી વધારે રન શિવમ માવીએ આપ્યા હતા. જ્યારે સૌથી ઓછા રન હાર્દિક પંડ્યાએ આપ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઉમરાન મલિકે લીધી હતી. ભારતીય બોલરોએ આ મેચમાં 7 નો બોલ નાખ્યા હતા.

અર્શદીપ સિંહે નો-બોલથી બનાવ્યા આ રેકોર્ડ

23 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. તેણે ટી20 સીરિઝમાં ભારતીય બોલર દ્વારા સૌથી વધારે નો-બોલ ફેંકવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેણે આજની મેચમાં કુલ 5 નો-બોલ નાખ્યા છે. જેમાંથી પ્રથમ ઓવરમાં જ તેણે 3 નો-બોલ નાખ્યા હતા, જે નો-બોલની હેટ્રિકનો રેકોર્ડ પણ છે. અર્શદીપ સિંહે આ અગાઉ મહત્વની મેચોમાં પણ નો બોલ નાખ્યા હતા. તેણે પોતાના કરિયરની 22 ટી20 મેચમાં 12 નો-બોલ નાખ્યા છે.

ટી20 સીરિઝનો આખો કાર્યક્રમ

શ્રીલંકા સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાઈ હતી. હવે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પૂણેમાં રમાઈ રહી છે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.