Viral Video : શુભમન ગિલના સિક્સને કારણે થયો ડ્રામા, કોમેન્ટ્રેટર, ખેલાડીઓ અને દર્શકો હસી હસીને થયા લોટપોટ

|

Mar 10, 2023 | 9:19 PM

Ahmedabad Test: ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ દિવસની રમતની શરુઆત કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં બંને ઓપનરો રમતમાં હતા. અમદાવાદ મેચ દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : શુભમન ગિલના સિક્સને કારણે થયો ડ્રામા, કોમેન્ટ્રેટર, ખેલાડીઓ અને દર્શકો હસી હસીને થયા લોટપોટ
Viral video

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટમાં બીજા દિવસની રમત દરમિયાન ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ અંતિમ સેશનમાં શરુ થયો હતો. ઓસ્ટ્ર્લિયાએ પ્રથમ દાવમાં 480 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ટોસ હારીને ભારતનો પ્રથમ દાવ બીજા દિવસના અંતિમ સેશન દરમિયાન શરુ થયો હતો. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ દિવસની રમતની શરુઆત કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં બંને ઓપનરો રમતમાં હતા અને 444 રન ભારત દૂર છે. અમદાવાદ મેચ દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પારીમાં છેલ્લી ઓવરમાં એક રમૂજી ઘટના બની હતી. નાથન લાયનના બીજા બોલ પર શુભમન ગિલે મિડ ઓન પર સિક્સ ફટકારી હતી. આ ગોલ સાઈટ સ્ક્રીન પાસે એક સીટ પર જઈને ફસાયો હતો. સમય બચાવવા બીજા બોલથી મેચ શરુ થઈ હતી. પણ એક દર્શકે આ બોલ શોધી કાઢીને આખા સ્ટેડિયમને ખડખડાટ હસાવ્યા હતા.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

અમદાવાદ ટેસ્ટ દરમિયાનનો વાયરલ વીડિયો

મેચમાં કઈ ટીમ આગળ, જાણો બંને ટીમનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાએ વિશાળ સ્કોર ખડક્યો

ઓપનર ઉસ્માન ખ્વાજાએ ભારત સામે સદી નોંધાવતા 180 રનનો સ્કોર ખડક્યો હતો. ખ્વાજાએ 422 બોલનો સામનો કરીને 21 ચોગ્ગાની મદદ વડે આ ઈનીંગ રમી હતી. ખ્વાજાની ઈનીંગે ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરનો પાયો ખડક્યો હતો.ખ્વાજાનો શિકાર અક્ષર પટેલે કર્યો હતો.તેણે લેગબિફોર વિકેટ ઝડપીને તેને પરત ફર્યો હતો.

ટ્રેવિસ હેડે 44 બોલનો સામનો કરીને 32 રન નોંધાવ્યા હતા. માર્નસ લાબુશેન 20 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન સુકાની 135 બોલનો સામનો કરીને 38 રન નોંધાવ્યા હતા. હેન્ડ્સકોમ્બે 17 રન નોંધાવ્યા હતા.

કેમરોન ગ્રીને 170 બોલનો સામનો કરીને 114 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 18 ચોગ્ગા જમાવ્યા હતા. એલેક્ષ કેરી શૂન્ય રને પરત ફર્યો હતો. મિશેલ સ્ટાર્કે 6 રન નોંધાવ્યા હતા. નાથન લિયોને 96 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. ટોડ મર્ફીએ 41 રન નોંધાવ્યા હતા.

અશ્વિને 6 વિકેટ ઝડપી

દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. 47.2 ઓવર કરીને 15 ઓવર મેડન કરી હતી. મોહમ્મદ શમીએ 31 ઓવર કરીને 3 ઓવર મેડન ફેંકી હતી. શમીએ 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

Published On - 9:19 pm, Fri, 10 March 23

Next Article