
આઈપીએલ 2023માં લખનઉ સુપર જાન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી બંને મેચોમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. લખનઉ અને બેંગ્લોર વચ્ચેની આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉની 1 વિકેટથી રોમાંચક જીત થઈ હતી. જ્યારે ગઈકાલે રમાયેલી સિઝનની બીજી મેચમાં બેંગ્લોરની ટીમે ઓછા ટાર્ગેટને સારી ફિલ્ડિંગ અને બોલિંગની મદદથી ડિફેન્ડ કર્યો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલી આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. જેને કારણે ગંભીર અને વિરાટ વચ્ચે ટક્કર પણ થઈ હતી.
લખનઉના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 18 રનથી જીતી હતી. મેચ દરમિયાન અને મેચ પછી વિરાટ કોહલીના આક્રમક અંદાજને કારણે તેની ઘણા ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ હતી. બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટસના કોચ ગૌતમ ગંભીર વચ્ચે પણ મેદાન પર ટક્કર થઈ હતી.
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે આઈપીએલમાં બીજીવાર બોલાચાલી થઈ હતી. તેમના લડાઈના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે બધા વચ્ચે ગૌતમ ગંભીરની ઉદારતાના જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એક સમયે ખુબ સારા મિત્ર હતા. બંને ખેલાડીઓ દિલ્હી માટે સ્થાનીય ક્રિકેટ મેચો રમતા હતા. ગંભીર યુવા ખેલાડી વિરાટ કોહલીને પોતાના નાનો ભાઈ માનતા હતા. વર્ષ 2009માં વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વનડેમાં પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં ગૌતમ ગંભીરે 150 રનની ઈનિંગ રમી હતી, જેને કારણે તેની મેન ઓફ ધ મેચ માટે પંસદગી કરવામાં આવી હતી.
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે તે સમયે શ્રીલંકા સામેની વનડેમાં 224 રનની પાટર્નરશીપ પણ થઈ હતી. તે સમયે ગૌતમ ગંભીરે ઉદારતા બતાવીને પોતાનો મેન ઓફ ધે મેચ એવોર્ડ વિરાટ કોહલીને આપી દીધો હતો. ગૌતમ ગંભીરની આ ઉદારતાની સરાહના પણ થઈ હતી. કારણ કે તેણે એક યુવા ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે એવોર્ડનો ત્યાગ કર્યો હતો.
ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે ગૌતમ ગંભીર ભારતીય કેપ્ટન ધોનીને વધારે પસંદ કરતા ન હતા. વિરાટ કોહલી શરુઆતથી ધોનીના સૌથી નજીક રહ્યા હતા. જેના કારણે ગૌતમ ગંભીર વિરાટ કોહલીને પણ નાપસંદ કરવા લાગ્યો. ત્યારથી વિરાટ-ગંભીર વચ્ચે પણ ટક્કર જોવા મળે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…