રોનાલ્ડો-મેસ્સીની ટીમના પ્લેયર્સ વચ્ચે મેદાન પર થઈ ઝપાઝપી, જુઓ વીડિયો

|

Feb 04, 2024 | 9:29 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બંને ટીમના કેટલાક ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા અને દલીલ કરતા જોઈ શકાય છે. આ મેચની 40મી મિનિટે જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે લિયોનેલ મેસ્સી, જે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો તે ટચલાઈન પર ઊભો હતો.

રોનાલ્ડો-મેસ્સીની ટીમના પ્લેયર્સ વચ્ચે મેદાન પર થઈ ઝપાઝપી, જુઓ વીડિયો
Viral video

Follow us on

રિયાધ સીઝન કપ 2024માં અલ નાસર અને ઈન્ટર મિયામી વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. મેસ્સીની ટીમ સામે રોનાલ્ડોની અલ નાસર ટીમે શાનદાર જીત મેળવી હતી. અલ નાસરે ઈન્ટર મિયામીને 6-0થી હરાવી હતી. રોનાલ્ડો અને મેસ્સી આ મેચમાં ઈજાને કારણે નહોતા રમ્યા.

બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં લડવા લાગ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બંને ટીમના કેટલાક ખેલાડીઓ એકબીજાને ધક્કો મારતા અને દલીલ કરતા જોઈ શકાય છે. આ મેચની 40મી મિનિટે જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે લિયોનેલ મેસ્સી, જે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો તે ટચલાઈન પર ઊભો હતો.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

 

મેચમાં પોતાની ટીમને શાનદાર સ્થિતિમાં જોઈને રોનાલ્ડો હસતો જોવા મળ્યો હતો, જ્યારે મેસ્સીને મેચ બાદ સાઉદી અરેબિયાના લોકોએ છ ગોલ કરીને ચીડવ્યો હતો. રોનાલ્ડો અને મેસ્સીએ એકસાથે 13 બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યા છે, મેસ્સીએ ગયા વર્ષે રેકોર્ડ આઠમી વખત એવોર્ડ જીત્યો હતો. રોનાલ્ડો અને મેસ્સી છેલ્લે 2023માં સામસામે હતા, જ્યારે રોનાલ્ડોની અલ નાસર ટીમનો સામનો મેસ્સીની જૂની ટીમ પીએસજી સામે થયો હતો. તે મેચમાં પીએસજીએ અલ નસરને 5-4થી હરાવ્યું હતું.

 

આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:19 am, Sun, 4 February 24

Next Article