AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે વધુ એક સદી ફટકારી, 151 રનની કેપ્ટન ઈનિંગ રમી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર અન્વય દ્રવિડ વિનુ માંકડ ટ્રોફીમાં શાનદાર રન બનાવી રહ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં વધુ એક સદી ફટકારી છે. ગુજરાત સામે રમતા અન્વયે 151 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી.

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે વધુ એક સદી ફટકારી, 151 રનની કેપ્ટન ઈનિંગ રમી
Anvay DravidImage Credit source: X
| Updated on: Oct 17, 2026 | 4:23 PM
Share

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રાહુલ દ્રવિડના 17 વર્ષના નાના પુત્ર અન્વય દ્રવિડે સ્થાનિક અંડર-19 સર્કિટમાં પોતાની બેટિંગથી હલચલ મચાવી દીધી છે. વિનુ માંકડ ટ્રોફીમાં કર્ણાટક અંડર-19 ટીમનું નેતૃત્વ કરી રહેલા અન્વયે શુક્રવારે ગુજરાત સામે માત્ર 100 બોલમાં 151 રનની તોફાની કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેની જ્વલંત ઇનિંગના આધારે, કર્ણાટકે 5 વિકેટ ગુમાવીને 352 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ગર્વથી નોકઆઉટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

અન્વય દ્રવિડે તોફાની ઇનિંગ રમી

પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 50 ઓવરમાં 4 વિકેટે 357 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં વિકેટકીપર-કેપ્ટન અન્વયે મેદાન પર ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો, તેણે 151 રનની ઇનિંગમાં 20 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. અન્વય દ્રવિડ અને સાથી બેટ્સમેન ધ્રુવ કૃષ્ણને ગુજરાતના બોલરોને કોઈ તક આપી નહીં. બંને બેટ્સમેનોએ માત્ર 26 ઓવરમાં ત્રીજી વિકેટ માટે 203 રનની શાનદાર ભાગીદારી કરી.

અન્વય અને ધ્રુવની ડબલ સદીની ભાગીદારી

ધ્રુવ કૃષ્ણને 100 બોલમાં આક્રમક 131 રન ફટકાર્યા. અન્વય અને ધ્રુવની ડબલ સદીની ભાગીદારીએ ગુજરાત પાસેથી મેચ સંપૂર્ણપણે છીનવી લીધી. અગાઉ, સમીર ભંડારી અને યશ પંજવાનીએ ગુજરાત માટે સદી ફટકારી હતી, અને માત્ર 19 ઓવરમાં પાંચમી વિકેટ માટે 217 રનની તેમની અતૂટ ભાગીદારીએ ટીમને 357 રન સુધી પહોંચાડી હતી, પરંતુ અન્વયના તોફાન સામે તે સ્કોર પણ ઓછો પડી ગયો.

અન્વેએ ટુર્નામેન્ટમાં પોતાની બીજી સદી ફટકારી

ચાલુ વિનુ માંકડ ટ્રોફીમાં અન્વય દ્રવિડનું બેટ ધમાકેદાર રહ્યું છે. આ સિઝનમાં આ તેની બીજી સદી છે. અગાઉ, તેણે ચંદીગઢ સામે માત્ર 62 બોલમાં 104 રન ફટકાર્યા હતા, જેનાથી કર્ણાટક 100 રનથી જીતવામાં મદદ કરી હતી. આ અઠવાડિયે, તેણે દિલ્હી સામે 41 બોલમાં 85 રન ફટકાર્યા હતા, જેનાથી કર્ણાટકને 418 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ મળી હતી.

Breaking News: કૃણાલ પંડ્યા બન્યો કેપ્ટન, ભુવનેશ્વર કુમાર બહાર, ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">