Vijay Hazare 2021: બરોડાની ટીમે અનોખા રેકોર્ડ સાથે મેળવી જીત, તમિલનાડુને 115 રનનો ટાર્ગેટ આપી 41 રને વિજય મેળવ્યો

|

Dec 14, 2021 | 8:33 PM

બરોડાની (Baroda) હાર બેટ્સમેનોની રમતને લઇને નિશ્વિત જેવી લાગી રહી હતી. પરંતુ બરોડાના બોલરોએ કમાલ કરી દેખાડ્યો હતો. કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

Vijay Hazare 2021: બરોડાની ટીમે અનોખા રેકોર્ડ સાથે મેળવી જીત, તમિલનાડુને 115 રનનો ટાર્ગેટ આપી 41 રને વિજય મેળવ્યો
Baroda vs Tamil Nadu

Follow us on

તમિલનાડુના થિરુવંનંથપુરમ્ (Thiruvananthapuram) માં વિજય હજારે ટ્રોફીની ગ્રુપ મેચ બરોડા અને તમિલનાડુ (Baroda vs Tamil Nadu) વચ્ચે રમાઇ હતી. બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. બરોડાની 39 ઓવરમાં જ 114 રન કરીને સમેટાઇ ગઇ હતી. પરંતુ બરોડાના ભાર્ગવ ભટ્ટ (Bhargav Bhatt) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) ની બોલીંગ તમિલનાડુની ટીમને 73 રનમાં જ ઓલઆઉટ કરીને 41 રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ બરોડાએ એક ખાસ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.

ઘરેલુ વન ડે ક્રિકેટ એટલે કે લીસ્ટ એ મેચમાં અત્યાર સુધીમાં ઓછા સ્કોરને બચાવતા જીત મેળવી હોય એવી બીજી ટીમ તરીકે બરોડા નોંધાઇ ચુકી છે. બરોડાની બેટીંગ ઇનીંગ ખૂબ જ કંગાળ રહી હતી. જેને લઇને એક બાદ એક બેટ્સમેન પેવેલિયનનો રસ્તો ખૂબ જ ઝડપ થી માપવા લાગ્યા હતા. કૃણાલ પંડ્યાએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. જેમાં તેણે પહેલા બેટીંગ વડે ટીમ જ મેચનો સૌથી વધુ સ્કોર પોતાના બેટ વડે નોંધાવ્યો હતો. તેણે 38 રન કર્યા હતા. બરોડાની ટીમ 39 ઓવરમાંજ 114 રન કરીને સમેટાઇ જતા એક સમયે તમિલનાડુની ટીમ એકતરફી જીત મેળવી લેશે એમ મનાતુ હતુ.

પરંતુ બરોડાની ટીમનો આ નાનકડો સ્કોર પણ ઉલ્ટાનુ તમિલ ટીમને પહાડ થી પણ મોટો ભાસવા લાગ્યો હતો. કારણ કે તેની ટીમના બેટ્સમેનો બરોડાની ટીમ કરતા પણ ઝડપથી એક બાદ એક પેવેલિયન તરફ પરત ફરવા લાગ્યા હતા. પ્રથમ વિકેટ 17 રને ગુમાવી હતી પરંતુ 73 રનના આંકડે પહોંચતા તો તમામ વિકેટ પત્તાના મહેલની માફક ગુમાવી દીધી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમિલ ટીમ તરફ થી સંજય યાદવે નિચલા મધ્યમક્રમે આવીને સૌથી વધુ 19 રન નોંધાવ્યા હતા. ટીમ માત્ર 20.2 ઓવરમાં જ 73 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આમ બરોડાની ટીમ 41 રને જીતી ગઇ હતી. હાર બાદ પણ તામિલનાડુની ટીમ સારા રન રેટને લઇને નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

 

ભાર્ગવ ભટ્ટ અને કૃણાલ પંડ્યાની શાનદાર બોલીંગ

તામિલનાડુ તરફ થી મણીમારન સિદ્ધાર્થ, સંદિપ વોરિયર, વોશિંગ્ટન સુંદર અને સંજય યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. જેની સામે વડોદરાની ટીમ તરફ થી ભાર્ગવ ભટ્ટે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કૃણાલ પંડ્યા અને ગુરુજિંદરસિંહ માને 2-2 વિકેટ ઝડપી હતી. લુકમાન મેરીવાલાએ એક વિકેટ મેળવી હતી.

 

નોંધાવ્યો રેકોર્ડ

બરોડાની ટીમે ઓછા સ્કોરને સુરક્ષીત રાખવાને લઇને રેકોર્ડ નોંધાવ્યો હતો. ટીમનો સ્કોર ઓછો હોવા છતાં જીત મેળવવામાં બરોડાએ સફળતા મેળવી હતી. બરોડાએ હરીફ ટીમને 115 રનનુ ટાર્ગેટ આપ્યુ હતુ અને જેની સામે 73 રનનમાં ઓલઆઉટ કરીને 41 રને જીત મેળવી હતી. આ પ્રકારની જીત લીસ્ટ એ ક્રિકેટમાં બીજી વાર નોંધાઇ છે. આ પહેલા આવો રેકોર્ડ સાઉથ ઝોન ટીમના નામે હતો. જેમે નોર્થ ઝોનની સામે 1993માં સુરતમાં 82 રનના સ્કોરને બચાવતા જીત મેળવી હતી. ત્યાર બાદ આજે બરોડાએ ખાસ રેકોર્ડ સાથે જીત મેળવી છે.

 

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન મરવા વાંકે જીવી રહ્યુ છે ત્યાં 37 કરોડની ક્રિકેટ પિચ ખરીદશે, ખર્ચાળ ‘ડ્રોપ-ઇન પિચ’ નો ચસકો લાગ્યો

આ પણ વાંચોઃ ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ રમત મંત્રાલય હવે પેરિસ ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, TOPSમાં 20 નવા ખેલાડીનો સમાવેશ

Next Article