
દિગ્ગજ ગુજ્જુ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં તેના પ્રદર્શનને કારણે ભારે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહ કોઈપણ ટીમ માટે બ્રહ્માસ્ત્ર સમાન છે, તેણે પોતાના કરિયરમાં ઘણી વખત આ વાત સાબિત કરીને બતાવી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તેણે કઈક એવુ કરી બતાવ્યું છે જેને કારણે તેણે ક્રિકેટજગતમાં ખલબલી મચાવી દીધી છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે બુમરાહે પોતાનો જાદુ દેખાડયો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 396 રનનો સ્કોર ઊભો કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 253 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. જસપ્રીત બુમરાહે 15.5 ઓવરમાં 45 રન આપીને 6 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ઈતિહાસ રચ્યો છે.
Timber Striker Alert
A Jasprit Bumrah special
Drop an emoji in the comments below to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/U9mpYkYp6v
— BCCI (@BCCI) February 3, 2024
બુમરાહની ઝડપી અને સચોટ યોર્કરથી બચવું બેટ્સમેનો માટે આસાન નથી.બીજા સેશનમાં 28મી ઓવરના પાંચમા બોલ પર બુમરાહે 142 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓલી પોપને સટિક યોર્કર ફેંક્યો હતો. ઈંગ્લેન્ડનો બેટ્સમે પોતાનું બેટ નીચે લાવે તે પહેલા બોલ રિવર્સ સ્વિંગ સાથો અંદર આવ્યો અને તેના પગ-બેટની વચ્ચેથી થઈને મિડલ અને લેગ સ્ટમ્પ પર અથડાયો. આ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડ સામે પહેલી ઈનિંગમાં બુમરાહે 15.5 ઓવરમાંથી 5 ઓવર મેડન ફેંકી હતી. તેણે 45 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 150 વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારત તરફથી ટેસ્ટમાં રમતી વખતે સૌથી ઝડપી 150 વિકેટ પૂરી કરનાર ઝડપી બોલર બની ગયો છે. આ પહેલા માત્ર બે સ્પિન બોલરોએ આવું કર્યું હતું. જો કે, હવે બુમરાહ ટેસ્ટમાં 150 વિકેટ પૂરી કરનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. ટેસ્ટમાં તમામ ઓવરમાં ભારતીય બોલરોની વાત કરીએ તો અશ્વિને 29 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. જ્યારે જાડેજાએ 32 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. હવે બુમરાહે 34 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને ભારત માટે આવું કરનાર પ્રથમ ફાસ્ટ બોલર પણ બની ગયો છે.
આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો