વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન

|

Feb 28, 2022 | 5:05 PM

1950માં ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર સોની રામાધીને 43 ટેસ્ટમાં 28.98ની એવરેજથી 158 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન
Sonny Ramadhin (File Photo)

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ (West Indies Cricket) ટીમના દિગ્ગજ સ્પિનર સોની રામાધીન (Sonny Ramadhin)નું 92 વર્ષે નિધન થયુ છે. 1950માં ઈંગ્લેન્ડ (England Cricket Team) સામે ઓલ્ડ ટ્રેફર્ડમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર રામાધીને 43 ટેસ્ટમાં 28.98ની એવરેજથી 158 વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે સોની રામાધીન છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના અધ્યક્ષ રિકી સ્કેરિટે રવિવારે જણાવ્યું કે ‘ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ તરફથી હું વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના મહાન અગ્રદુતમાંથી એક, સોની રામાધીનના પરિવાર અને મિત્રો પ્રતિ હું સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગુ છું.’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિકી સ્કેરિટે વધુમાં કહ્યું કે “સોની રામાધીને પહેલીવાર વિશ્વ ક્રિકેટના મેદાન પર આવતા પ્રભાવ બનાવ્યો હતો. 1950ની સાલમાં તેની ઘણી શાનદાર ઉપલબ્ધીઓની સ્ટોરી બતાવવામાં આવી. જ્યારે અલ્ફ વેલેન્ટાઇનની સાથે મળીને તેને ક્રિકેટના સ્પિન ટ્વિન્સ બનાવી અને વેસ્ટ ઈન્ડિઝે ઘરની બહાર પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી.

તેમણે આગળ વધુમાં કહ્યું, “આ આઈકોનિક પ્રવાસ અમારા અમીર ક્રિકેટ વિરાસતનો હિસ્સો છે. જેને સોની રામાધીન અને તેની પેઢીના અન્ય ક્રિકેટરોએ જાણીતી કરી. ઈંગ્લેન્ડમાં તેમનું પ્રદર્શનની ઉજવણી જાણીતા કૈલિપ્સોની સાથે મનાવવામાં આવે છે અને 70 વર્ષ બાદ પણ તેમને યાદ રાખવામાં આવ્યું છે. આજે અમે સોની રામાધીન અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં તેના શાનદાર યોગદાન માટે સલામ કરીએ છીએ.” સોની રામાધીન 1950 માં વેસ્ટ ઈન્ડિઝની ઈંગ્લેન્ડમાં ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ જીતનો ભાગ હતા. જ્યાં તેમણે 152 રન આપીને 11 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝે 3-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો : IND vs SL: રોહિત શર્માએ તોડ્યો મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ, શ્રીલંકાને ત્રીજી T20 મેચમાં હરાવીને કર્યો મોટો કમાલ

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ક્લીન સ્વિપ કરીને તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ, આ મામલામાં T20i માં ભારત નંબર 1

Next Article