ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની મુલાકાત કરી હતી. પંત હાલમાં દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. ધામી પંતને મળવા અહીં પહોંચ્યા હતા. શુક્રવારે જ્યારે પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પંતનો આબાદ બચાવ થયો હતો. તેને માથા અને પગમાં ઈજાઓ થઈ હતી જ્યારે કારમાં આગ લાગી હતી અને તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ધામીએ પંતની સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમને મળ્યા પછી કહ્યું કે, તેમની સારવાર મેક્સમાં જ થશે. ધામીએ એમ પણ કહ્યું કે, પંતની કારનો અકસ્માત ખાડાના કારણે થયો હતો. અકસ્માત બાદ પંતને રૂડકીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પંતને મળ્યા બાદ ધામીએ કહ્યું કે, આગામી 24 કલાકમાં તેમનો દુખાવો ઓછો થઈ જશે. ધામીએ કહ્યું, રિષભ પંતને દુર્ઘટનામાં જે ઈજાઓ થઈ છે તેના કારણે તેના શરીરમાં દુખાવો થઈ રહ્યો છે. તબીબોના મતે આગામી 24 કલાકમાં તેનો દુખાવો ઓછો થઈ જશે. પંતે કહ્યું કે ઘણા લોકોએ તેની મદદ કરી.
The driver and conductor of Haryana Roadways saved the life of cricketer #RishabhPant. We have decided to honor them on January 26: Uttarakhand CM Pushkar Singh Dhami in Dehradun pic.twitter.com/v2Qzz0TEdU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2023
તેમણે કહ્યું, છેલ્લા બે દિવસમાં ઘણો સુધારો થયો છે. ડૉક્ટરો અને BCCIના લોકો સતત સંપર્કમાં છે. મેં પંતની માતા સાથે વાત કરી છે, જે સારવાર ચાલી રહી છે તેનાથી બધા સંતુષ્ટ જણાય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.
ધામી પંતને મળ્યા અને કહ્યું કે ભારતીય ક્રિકેટરે તેને કહ્યું કે, તેની સામે ખાડા જેવું કંઈક આવવાને કારણે આ અકસ્માત થયો હતો. ધામીએ કહ્યું, હું તેને મળ્યો, તેમણે કહ્યું કે સામે ખાડા જેવું કંઈક આવ્યું કે પછી કોઈ કાળી વસ્તુ સામે આવી જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.