
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ટેસ્ટ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ઈંગ્લેન્ડની ટીમ 1-0થી આગળ છે અને હવે ટીમ ઈન્ડિયાને કોઈપણ ભોગે જીતવાની જરૂર છે. ટીમ ઈન્ડિયા શ્રેણી બરોબરી કરવા માટે સખત તૈયારી કરી રહી છે અને શક્ય છે કે તેઓ પ્લેઈંગ ઈલેવનમાં એવા ખેલાડીને તક આપી શકે છે જેની બેટિંગની સ્થાનિક ક્રિકેટમાં ખૂબ ચર્ચા થાય છે અને તે ઈંગ્લેન્ડ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
આ ખેલાડી બીજો કોઈ નહીં પણ રજત પાટીદાર છે, જેને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. બીસીસીઆઈએ બીજી ટેસ્ટ પહેલા રજત પાટીદારનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે વિરાટ, રોહિત અને રાહુલ દ્રવિડ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી રહ્યો છે.
રજત પાટીદારે કહ્યું કે ઈજા બાદ વાપસી કરવી તેના માટે આસાન નથી, પરંતુ તે એ પણ જાણતો હતો કે આ તેના હાથમાં નથી. રજતે કહ્યું, ‘ઈજા બાદ વાપસી કરવી અને પછી ટેસ્ટ ટીમમાં તક મળવી એ મારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ હતી. મારું પહેલું સ્વપ્ન ટેસ્ટ ક્રિકેટ રમવાનું હતું. જ્યારે હું ઈન્ડિયા A તરફથી રમી રહ્યો હતો ત્યારે મને ફોન આવ્યો કે તમારી ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ ગઈ છે.
BCCIએ સોશિયલ મઈડયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રજત પોતાની સફર વિશે જણાવી રહ્યો છે. રાજતે જણાવ્યું હતું કે, હું રાહુલ દ્રવિડ સર સાથે છેલ્લી એક-બે સિરીઝ માટે વાત કરી રહ્યો હતો. પરંતુ હવે આ સિરીઝમાં તેની સાથે નેટ્સ દરમિયાન બેટિંગને લઈને ચર્ચા થઈ હતી. આ બધું કરવાથી મારો આત્મવિશ્વાસ થોડો વધી ગયો છે.
Bouncing back after injury
Emotions on maiden Test call-up ✨
Learnings from Captain @ImRo45 & @imVkohliIn conversation with @rrjjt_01 ahead of the 2nd #INDvENG Test #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/KU4FRyUuW2
— BCCI (@BCCI) February 1, 2024
રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામે પોતાની કુદરતી રમત રમતા જોવા મળશે. તેણે કહ્યું, હું ઘરેલુ ક્રિકેટમાં જ આક્રમક શોટ રમું છું. મારી તૈયારી ચાલુ જ છે. મને આક્રમક ક્રિકેટ રમવાની આદત છે. હું વિરોધી બોલરો સામે રણનીતિ બનાવું છું. બોલર ક્યાં બોલ ફેંકે છે, કઈ ટેકનિકનો પ્રયોગ કરે છે, આ બધી બાબતો જોઈને મેં મારી રમતમાં સુધારો કરું છું અને તૈયાર રહું છું.
રજત પાટીદારે વિરાટ કોહલી સાથે ઘણો સમય વિતાવ્યો છે. બંને આઈપીએલમાં એક જ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. વિરાટ કોહલીના કેટલાક શોટ્સ શીખ્યા બાદ તે તેને અજમાવવાની તૈયારી પણ કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું વિરાટ પાસેથી શોટ રમવાનું શીખું છું. જ્યારે પણ તે નેટ્સ પર બેટિંગ કરે છે, ત્યારે હું જોઉં છું કે આગળ બોલ પર તેનું શરીર અને ફૂટવર્ક કેવી રીતે કામ કરે છે. તેના જેટલી ઝડપથી શીખવું સરળ નથી પરંતુ હું માત્ર પ્રયાસ કરી રહ્યો છું.”
સ્પષ્ટ છે કે છેલ્લી ટેસ્ટમાં રજત પાટીદાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પાણી પીવડાવી રહ્યો હતો અને હવે તે ડેબ્યૂ માટે તૈયાર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટેસ્ટ ફોર્મેટમાં પોતાની પ્રતિભા સાબિત કરવામાં સફળ રહેશે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા ઈજાથી પરેશાન, હવે 100 ટેસ્ટ રમનાર બોલર કરશે વાપસી!