વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જમૈકાના પીએમ એન્ડ્રયુ હોલનેસ વચ્ચે એક ખાસ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે નવી દિલ્હીમાં જમૈકા હાઈ કમિશનની સામેના રસ્તાને ‘જમૈકા રોડ’ નામ આપવામાં આવ્યું છે, જે મજબૂત ભારત-જમૈકા સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ક્રિકેટ દુનિયાના યૂનિવર્સ બોસ એટલે કે, ક્રિસ ગેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે ફોટો અને વીડિયો શેર કરતા લખ્યું કે, ભારતના પીએમ મોદી સાથે મળવું સન્માનની વાત છે. જમૈકા સાથે ભારતનો પ્રેમ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતના લોકોને ક્રિકેટરો સાથે ખુબ પ્રેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું ક્રિકેટ પ્રેમી દેશના રુપમાં રમત અમારા સંબંધોમાં ખુબ મજબુત અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ભારતના લોકોને ક્રિકેટરો સાથે ખુબ લગાવ છે.અમે રમતગમતમાં અમારા સહયોગને વધુ ગાઢ બનાવવાની પણ ચર્ચા કરી. મને વિશ્વાસ છે કે, આજની ચર્ચાઓનું પરિણામ આપણા સંબંધોને યુસૈન બોલ્ટ કરતાં વધુ ઝડપથી આગળ લઈ જશે અને અમે નવી ઊંચાઈઓ મેળવતા રહીશું.
મોદીએ જમૈકામાં રહેનાર ભારતીય સમુદાયની પ્રશંસા કરતા કહ્યું અંદાજે 180 વર્ષ પહેલા ભારતથી જમૈકા ગયેલા લોકોએ અમારા પીપલ ટુ પીપુલ સંબંધોનો મજબુત પાયો નાંખ્યો છે. જમૈકાને પોતાનું ઘર માનનાર ભારતીય મૂળના અંદાજે 70,000 લોકો અમારી સંસ્કૃતિક વિરાસતને જીવંત ઉદાહરણ છે. હું પ્રધાનમંત્રી હોલનેસ અને તેની સરકારને તેનું ધ્યાન રાખવા માટે આભાર માનું છુ. આજે આયોજિત થઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણા પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જમૈકાના પીએમને ટીમ ઈન્ડિયાનું સહિ કરેલું બેટ ભેટમાં આપ્યું હતું, જ્યારે જમૈકાના પીએમએ ક્રિસ ગેલનું સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું.