IPL 2021: ટેનિસ બોલ પર રૂ 500 અને 1000 માટે રમતો હતો, આઇપીએલની ડેબ્યૂ ઓવરમાં જ દોઢસોની ઝડપે બોલ નાંખ્યો, જાણો તોફાનનુ રાઝ

|

Oct 06, 2021 | 9:21 AM

પોતાની પ્રથમ મેચમાં જ આ યુવા ખેલાડીએ તોફાન સર્જ્યું અને IPL 2021 માં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર બન્યો છે. ચારેય બાજુ એ તેની ચર્ચા થઈ રહી છે.

IPL 2021: ટેનિસ બોલ પર રૂ 500 અને 1000 માટે રમતો હતો, આઇપીએલની ડેબ્યૂ ઓવરમાં જ દોઢસોની ઝડપે બોલ નાંખ્યો, જાણો તોફાનનુ રાઝ
Umran Malik

Follow us on

IPL 2021 માં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) એક નવો ખેલાડી મોકો આપ્યો. પોતાની પ્રથમ મેચમાં જ તેણે તોફાન સર્જ્યુ અને IPL 2021 માં સૌથી ઝડપી બોલિંગ કરનાર ભારતીય બોલર બન્યો. આ ખેલાડીનું નામ ઉમરાન મલિક (Umran Malik) છે. મલિકે કોલકાતા સામે 150.06 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

જમ્મુ -કાશ્મીર (Jammu and Kashmir) ના મલિકે પોતાની પ્રથમ ઓવરના ત્રીજા બોલને 150 ની ઝડપે ફેંક્યો હતો. મલિકનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈને રાજ્યના દિગ્ગજ પરવેઝ રસૂલે (Parvez Rasool) આશા વ્યક્ત કરી કે તે આ રમતમાં લાંબી દોડનો ઘોડો સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર રાજ્યનો એકમાત્ર ક્રિકેટર રસૂલ આ યુવાન પ્રતિભાથી ખૂબ પ્રભાવિત છે. 21 વર્ષના યુવકે KKR સામે 151.03 કિમીની ઝડપે બોલ ફેંક્યો હતો, જે ભારતીય બોલર દ્વારા આ IPL નો સૌથી ઝડપી બોલ છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પ્રથમ વખત મેદાનમાં ઉતરેલા મલિકે મેચ દરમિયાન 145 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે 24 બોલમાંથી 11 બોલ ફેંક્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

બેટ્સમેનોથી બચવું

રસૂલે મીડિયા રિપોર્ટમાં કહ્યું, તે ખૂબ જ પ્રતિભાશાળી છોકરો છે. જ્યારે મેં તેને નેટ્સમાં રમ્યો ત્યારે તે ઝડપી હતો. તે ખૂબ જ તીખો (ઝડપી) હતો પરંતુ તે એક અલગ સ્તરે (IPL માં) દર્શાયો હતો. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીએ કહ્યું, તે ખરેખર ઝડપી ગતિએ બેટ્સમેનોને ચકમો આપી રહ્યો હતો. આટલા મોટા મંચ પર તેને આ રીતે રમતા જોઈને મને ખૂબ ગર્વ થયો.

રસૂલને જ્યારે પૂછવામાં આવ્યું કે, ઉમરાનનું શારીરિક બનાવટ સૌથી ઝડપી બોલરો જેટલી મજબૂત નથી, તો તેને આ ગતિ ક્યાંથી મળે છે તેણે કહ્યું, મને નથી લાગતું કે તેણે તેના શરૂઆતના વર્ષોમાં કોઈ ઔપચારિક કોચિંગ લીધું છે. તે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલના કોચિંગ કેમ્પમાં જોડાતા પહેલા 500 અથવા 1000 રૂપિયાની ફી સાથે ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો. ”

આવી ઝડપ પ્રાપ્ત થાય છે

રસૂલે કહ્યું, જો તમે જસપ્રિત (બુમરાહ) સહિત અમારા કેટલાક શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો પર નજર નાખો. તો તે બધા ટેનિસ બોલ ક્રિકેટ રમી રહ્યા હતા. તેણે દલીલ કરી, ટેનિસ બોલના હળવા વજનનો અર્થ એ છે કે, ઝડપ હાંસલ કરવા માટે તમારે વધારાના પ્રયત્નોની જરૂર છે. આ ખેલાડીએ ટેનિસ બોલ સાથે રમીને તાકાત અને ઝડપ વિકસાવી હતી.

રસૂલે કહ્યું કે ઉમરાન સાથે તેનો પરિચય અબ્દુલ સમદ (સનરાઇઝર્સમાં તેનો સાથી) દ્વારા થયો હતો. ઉમરાન તેની સાથે જમ્મુ-કાશ્મીરના નેટ સત્રમાં ભાગ લેતો હતો. તે સમદની ખૂબ નજીક છે. સમદ જ તેને રાજ્યની ટીમની નેટ પર લઈ ગયો હતો. મને લાગે છે કે, જ્યારે તે અંડર-19 સ્તર પર હતો. ત્યારે તેની પાસે સાતત્યનો અભાવ હતો. કદાચ તેથી જ તેને કૂચ બિહાર અથવા વિજય મર્ચન્ટ ટ્રોફીમાં વધારે તક મળી નથી.

હવે વધુ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર છે

રસૂલને લાગે છે કે ઉમરાનને હજુ પણ સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે ઘરેલુ ક્રિકેટમાં વધુ મેચ રમવાની જરૂર છે. જોકે તેની પાસે કોઈપણ ટીમ માટે ખેલાડી બનવાની ક્ષમતા છે. તે 150 ની ઝડપ સાથે બોલિંગ કરે છે. જો તે એ જ ગતિએ સતત સ્વિંગ (ઇનસ્વિંગ અથવા આઉટસ્વિંગ) મેળવી શકે છે, તો બેટ્સમેનો તેને સંભાળી શકશે નહીં

 

આ પણ વાંચોઃ IPL 2021: આખરે ધોનીએ આઇપીએલ થી સન્યાસ લેવાનો આપી દીધો સંકેત, એ પણ બતાવ્યુ કઇ મેચ હશે અંતિમ

આ પણ વાંચોઃ Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

 

Next Article