ટી20 વર્લ્ડ કપ 2022 માટે બે ટીમોએ કર્યુ ક્વોલિફાઈ, નેપાળની ટીમને લાગ્યો મોટો ઝટકો

|

Feb 22, 2022 | 10:11 PM

અન્ય મેચની વાત કરીએ તો પાંચથી સાતમાં સ્થાન માટે પ્લે ઓફ સેમિ ફાઇનલમાં કેનેડાએ જર્મનીને 6 વિકેટે હરાવ્યું. જ્યારે બહરીને 91 રને ફિલીપીન્સને હરાવ્યું.

ટી20 વર્લ્ડ કપ 2022 માટે બે ટીમોએ કર્યુ ક્વોલિફાઈ, નેપાળની ટીમને લાગ્યો મોટો ઝટકો
Ireland Cricket and UAE Cricket

Follow us on

ઓમાનના અલ અમીરાતમાં રમાઈ રહેલ ICC T20 World Cup 2022 Qualifier A ની પહેલી સેમિ ફાઇનલમાં યુએઈએ (UAE Cricket) શાનદાર પ્રદર્શન કરતા નેપાળને 68 રને હરાવી દીધું છે. જ્યારે બીજી સેમિ ફાઇનલમાં આયરલેન્ડે (Ireland Cricket) દમદાર પ્રદર્શન કરતા ઓમાનને 56 રને હરાવી દઇને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે બંને ટીમોએ ક્વોલિફાઈ કરી લીધું છે. 24 ફેબ્રુઆરીએ ફાઇનલમાં આયરલેન્ડનો સામનો યુએઈ સામે થશે. તો ત્રીજા સ્થાન માટે ઓમાનનો સામનો નેપાળ સામે થશે.

પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા યુએઈ ટીમે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 175 રનનો સ્કોર બનાવ્યો હતો. જેમાં મુહમ્મદ વસીમે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી અબિનાશ બોહરા અને જિતેંદ્ર મુખિયાએ 3-3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ‘મેન ઓફ ધ મેચ’ અહમદ રજા (5/19) ની ઘાતક બોલિંગના કારણે નેપાળની ટીમ 18.4 ઓવરમાં 107 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જુનૈદ સિદ્દીકીએ પણ શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 


બીજી મેચની વાત કરીએ તો ટોસ હારીને પહેલા બેટિંગ કરતા આયરલેન્ડે ગૈરેથ ડેલાનીના 47 અને એન્ડી મેકબ્રાયને આક્રમક 36 રનની મદદથી 7 વિકેટના ભોગે 165 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓમાનના બિલાલ ખાને 3 વિકેટ ઝડપી હતી. તો જવાબમાં ઓમાન ટીમ 18.3 ઓવરમાં માત્ર 109 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. સિમી સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તો એન્ડી મેકબ્રાયને બોલિંગમાં 2 વિકેટ પણ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

તો પાંચથી સાતમાં સ્થાન માટે પ્લેઓફ સેમિ ફાઇનલમાં કેનેડાએ જર્મનીને 6 વિકેટે હરાવ્યુ હતું અને બહરીને ફિલીપાઇન્સને 91 રને હરાવ્યું હતું. જર્મનીએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટે 131 રન નોંધાવ્યા હતા. તેના જવાબમાં કેનેડાએ 4 વિકેટના ભોગે 19.3 ઓવરમાં જીત મેળવી હતી. મેથ્યુ સ્પુર્સે 73 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 1 વિકેટ પણ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને પગલે તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. બહરીને પહેલા બેટિંગ કરતા ‘મેન ઓફ ધ મેચ’ બનનાર પ્રશાંત કુરુપે 74 રનની મદદથી 5 વિકેટના ભોગે 191 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ફિલીપાઇન્સે 9 વિકેટે 100 રન બનાવી શકી હતી. જુનૈદ અજીજ અને હૈદર બટ્ટે 3-3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલે રવિન્દ્ર જાડેજાનું કોમેડી મીમ બનાવી શરે કરી, લોકોએ લીધી મજા

આ પણ વાંચો : INDvSL: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો, શ્રીલંકા સામે T20 સીરિઝમાં આ મુખ્ય ખેલાડી થયો બહાર

Next Article