
ભારતીય ક્રિકેટ ટીમે IPL 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી પહેલા, ઈન્ડિયા A ટીમ ઈંગ્લેન્ડ લાયન્સ સામે બે મેચની શ્રેણી રમશે. બે બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી ટૂંક સમયમાં થઈ શકે છે. એવા અહેવાલો છે કે અજિત અગરકરે 14 સભ્યોની ઈન્ડિયા A ટીમની પસંદગી કરી છે. મોટા સમાચાર એ છે કે બે મેચ માટે બે અલગ અલગ ટીમો પસંદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ 30 મેથી પોતાની પહેલી મેચ રમશે.
રાજસ્થાન રોયલ્સનું IPL 2025માં ખરાબ પ્રદર્શન રહ્યું છે અને RR પ્લેઓફની રેસમાંથી બહાર પણ થઈ ગયું છે, તેથી તેના ઓપનર યશસ્વી જયસ્વાલને પ્રથમ મેચ માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. તેના ઉપરાંત, ઈશાન કિશન પણ ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ જશે. ધ્રુવ જુરેલ અને ઈશાન કિશન બંને પણ આ ટીમમાં હશે.
શાર્દુલ ઠાકુરની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે અને તેથી જ તેને ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરન અને નીતિશ રેડ્ડીની પણ ઈન્ડિયા A માટે પસંદગી નિશ્ચિત છે. મોટા સમાચાર એ છે કે હરિયાણાનો ફાસ્ટ બોલર અંશુલ કંબોજ પણ ઈંગ્લેન્ડ જઈ શકે છે. આ ઉપરાંત કરુણ નાયર પણ ઈંગ્લેન્ડ જશે.
આશ્ચર્યજનક વાત એ છે કે સરફરાઝ ખાન ઈન્ડિયા A સાથે ઈંગ્લેન્ડ નહીં જાય, પરંતુ તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરી શકાય છે. શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર પણ ઈન્ડિયા A ની બીજી મેચ માટે ટીમમાં જોડાશે.
યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, અભિમન્યુ ઈશ્વરન, ધ્રુવ જુરેલ, શાર્દુલ ઠાકુર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, માનવ સુથાર.
આ પણ વાંચો: IPL 2025માંથી વધુ 3 ખેલાડીઓ બહાર, RCB-મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા સારા સમાચાર
Published On - 10:23 pm, Wed, 14 May 25