ટાઈમ આઉટ વિવાદ : એન્જેલો મેથ્યુઝ અને કુસલ મેન્ડિસ સામે થશે કાર્યવાહી!

|

Nov 07, 2023 | 9:18 AM

6 નવેમ્બરે દિલ્હીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં જે બન્યું તે માત્ર વર્લ્ડ કપના ઈતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું. પ્રથમ વખત કોઈ બેટ્સમેનને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે શ્રીલંકન ટીમના કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર પર વધુ કાર્યવાહી થઈ શકે છે.

ટાઈમ આઉટ વિવાદ : એન્જેલો મેથ્યુઝ અને કુસલ મેન્ડિસ સામે થશે કાર્યવાહી!
Angelo Mathews & Kusal Mendis

Follow us on

ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ટાઈમ આઉટ થનાર બેટ્સમેન એન્જેલો મેથ્યુઝ બન્યો હતો. જો કે, આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. જે બાદ મેદાનમાંથી બહાર જતી વખતે મેથ્યુઝ ગુસ્સે થયો જેની આગ આખી મેચ દરમિયાન ચાલુ રહી. મેચ બાદ બ્લેમ ગેમ ચાલી ત્યારે એન્જેલો મેથ્યુસ અને કુસલ મેન્ડિસે કંઈક એવું કર્યું, જેના પછી હવે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

એન્જેલોએ અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો

એન્જેલો મેથ્યુસ અને કુસલ મેન્ડિસે વાસ્તવમાં મેચ બાદ અમ્પાયરને નિશાન બનાવ્યા હતા. બંનેએ ચોથા અમ્પાયરના નિર્ણય પર ન માત્ર સવાલો ઉઠાવ્યા પરંતુ તેને ખોટો પણ ગણાવ્યો. ટાઈમ આઉટ આપવાના નિર્ણય પર મેથ્યુઝે કહ્યું કે અહીં ચોથા અમ્પાયરે ભૂલ કરી છે. તે ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ છે કે હેલ્મેટ એડજસ્ટ કર્યા પછી પણ મારી પાસે 5 સેકન્ડ બાકી હતી. શું ચોથા અમ્પાયરને તે જોયું નહીં? હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સલામતી પહેલા આવે છે અને હું હેલ્મેટ વિના બોલરનો સામનો કરી શકતો ન હતો.

મેન્ડિસે અમ્પાયરની સામાન્ય સમજ પર સવાલ ઉઠાવ્યા

મેથ્યુઝના મંતવ્યોને આગળ વધારતા શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે અમ્પાયરની સામાન્ય સમજ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે હું અમ્પાયરના નિર્ણયથી નારાજ છું. હું તેની સામાન્ય સમજ સમજી શક્યો નહીં. એન્જેલો મેથ્યુસના હેલ્મેટ સાથે જે થયું તે કોઈની સાથે પણ થઈ શકે છે. તેમના એક સુરક્ષા ઉપકરણની ખામીને કારણે આવું બન્યું છે.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન એન્જેલો મેથ્યુસને સમય આપવામાં આવ્યો હતો જ્યારે તે ક્રિઝ પર ઊભો હતો અને હેલ્મેટનો પટ્ટો એડજસ્ટ કરી રહ્યો હતો. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.

જો અમ્પાયરના નિર્ણયની વિરુદ્ધ જાઓ તો કાર્યવાહી થઈ શકે

જો કે હવે આ અંગે શ્રીલંકાના ક્રિકેટરોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. આવું કરવું ખોટું નથી. પરંતુ, બંનેએ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમની આ હરકત બાદ બંને પર કાર્યવાહી થઈ શકે છે. જો કે, હજી સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: 9 વર્ષ પહેલા મેથ્યુઝે જે અન્ય ખેલાડી સાથે કર્યું હતું તેવું જ તેની સાથે થયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article