Asia Cup 2023: તિલક વર્માની એશિયા કપમાં પસંદગી થતા સંજય માંજરેકરે કર્યા સવાલ? કહ્યુ- T20 માં કરી રહ્યો છે ‘સંઘર્ષ’

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 T20 મેચની શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ બંને મેચમાં ભારતે જીત મેળવી છે. તિલક વર્માના પ્રદર્શનની વાત કરવમાં આવે તો બે મેચમાં તિલક વર્માએ માત્ર 1 જ રન નોંધાવ્યો છે.

Asia Cup 2023: તિલક વર્માની એશિયા કપમાં પસંદગી થતા સંજય માંજરેકરે કર્યા સવાલ? કહ્યુ- T20 માં કરી રહ્યો છે સંઘર્ષ
માંજરેકરે કર્યા સવાલ!
| Edited By: | Updated on: Aug 22, 2023 | 11:47 AM

એશિયા કપની ઘડીઓ ગણાવવી શરુ થઈ ચુકી છે. ક્રિકેટ રસિયાઓ જેની રાહ જોઈ રહ્યા છે, એ એશિયા કપ હવે આગામી 20 ઓગષ્ટથી શરુ થઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે ટક્કર થનારી છે. આમ 10 દિવસ બાદ મહા જંગ જોવા મળનારો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ એશિયા કપ માટે BCCI એ જાહેર કરી દીધી છે. આ દરમિયાન હવે અંદર અને બહાર થનારા ખેલાડીઓને લઈ ચર્ચાઓ શરુ થવા લાગી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે તિલક વર્માને લઈ નિવેદન કર્યુ છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે. આ ચારેય ખેલાડી ભારતીય ટીમની બેટિંગ લાઈનમાં ચોથા સ્થાનને સજાવવા માટે તૈયાર છે. તિલક વર્માની વાત કરવામાં આવે તો હજુ સુધી તે વનડે ક્રિકેટ ફોર્મેટમાં ડેબ્યૂ કરી શક્યુ નથી. આમ એશિયા કપમાં તેના ડેબ્યૂની તકની સંભાવના જોવામાં આવી રહી છે.

રન માટે તિલકનો સંઘર્ષ-માંજરેકર

ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ એશિયા કપ માટે BCCI એ જાહેર કર્યા બાદ સંજય માંજરેકરે એક શોમાં તિલક વર્માને લઈ નિવેદન કર્યુ છે. મીડિયા રિપોર્ટસ મુજબ સંજય માંજરેકરે ભારતીય બેટિંગ લાઈનઅપમાં તિલક વર્માને સ્થાન મળવાને લઈ સ્વાગત કર્યુ છે. પરંતુ આ સાથે જ માંજરેકરે હાલમાં તિલક વર્મા રન માટે T20 ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો હોવાનુ બતાવ્યુ છે. તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પોતાનો દબદબો બતાવ્યા બાદ આયર્લેન્ડમાં રન બનાવવા માટે સંધર્ષ કરી રહ્યો હોવાનુ કહ્યુ હતુ.

માંજરેકરે કહ્યુ હતુ કે, “હા, કારણ કે તે જબરદસ્ત ફોર્મમાં છે. તેની ડોમેસ્ટિક કરિયર પર નજર નાખો, તેની પાસે ભારત માટે કૉલ કરવા માટેના આંકડા છે. ઉપરાંત, T20 ફોર્મેટમાં તેની અંતિમ બે મેચોમાં નિષ્ફળ રહીને હવે 50-ઓવર માટે તૈયાર થઈ રહ્યો છે. તે 50 ઓવરની ક્રિકેટ માટે તૈયાર થઈ રહ્યો છે. સફેદ બોલની ક્રિકેટમાં તેનામાં નબળાઈ શોધવી મુશ્કેલ છે. અને મેં અગાઉ કહ્યું તેમ, ચલો ચોથા, પાંચમાં અને છઠ્ઠા ક્રમે કેટલાક પ્રભાવ, ગુણવત્તા વાળા ખેલાડીઓને રાખવામાં આવે.

આયર્લેન્ડ સામે તિલકનુ પ્રદર્શન

હાલમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 T20 મેચની શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ બંને મેચમાં ભારતે જીત મેળવી છે. તિલક વર્માના પ્રદર્શનની વાત કરવમાં આવે તો બે મેચમાં તિલક વર્માએ માત્ર 1 જ રન નોંધાવ્યો છે. પ્રથમ મેચમાં તિલક ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. તિલક વર્મા ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરતા પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે બીજી મેચમાં 2 બોલનો સામનો કરીને માત્ર 1 જ રન નોંધાવીને વિકેટ ગુમાવી દીધી હતી. બંને વાર તિલકે કેચ આઉટ થઈ વિકેટ ગુમાવી હતી.

સેમસન અને ઈશાન બેકઅપના રુપમાં!

ભારતીય ટીમમાં સંજૂ સેમન અને ઈશાન કિશનને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. ટીમ ઈન્ડિયામાં સંજૂ સેમસન બેક અપ વિકેટકીપર અને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશન પણ ભારતીય ટીમના બેકઅપ ઓપનર તરીકે હોઈ શકે છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ ટીમમાં સામેલ છે. માંજરેકરે કહ્યુ કે, નંબર એક, બે અને ત્રીજા સ્થાન માટે જબરદસ્ત ભીડ છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં હેરિટેઝ માર્ગને લઈ કોર્પોરેટર જ વિરોધમાં ઉતર્યા, મુખ્ય બજારને લઈ વેપારીઓનો રોષ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:46 am, Tue, 22 August 23