IPL 2022: તિલક વર્માએ ફટકારેલ સિક્સર Live પ્રસારણ કરી રહેલ કેમરામેનના માથામાં વાગી, જોનારા ઘડીક ભર ચિંતામાં મુકાયા

|

Apr 03, 2022 | 9:20 AM

રાજસ્થાન રોયલ્સે 193 રનનો સ્કોર ખડક્યો છે, જેના જવાબમાં મુંબઈએ પણ દમદાર રમત દર્શાવી હતી, તિલક વર્માએ પણ આતશી ઈનીંગ સાથે અડધી સદી ફટકારી હતી.

IPL 2022: તિલક વર્માએ ફટકારેલ સિક્સર Live પ્રસારણ કરી રહેલ કેમરામેનના માથામાં વાગી, જોનારા ઘડીક ભર ચિંતામાં મુકાયા
Tilak Verma શાનદાર અડધી સદી ફટકારી હતી

Follow us on

મુંબઈમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે ટક્કર જામી છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરેલ રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) મોટો સ્કોર ખડકી દીધો છે. રાજસ્થાન માટે ઓપનર જોસ બટલરે સદી ફટકારી ટીમના મોટા સ્કોર માટે મોટી ભૂમિકા ભજવી હતી. જવાબમાં લક્ષ્યનો પિછો કરતા. મુંબઈએ જબરદસ્ત શરુઆત કરી હતી. તિલક વર્મા અને ઈશાન કિશને વિશાળ ભાગીદારી વડે રન ચેઝ માટે મજબૂત પાયો ઉભો કર્યો હતો. તિલક વર્મા (Tilak Verma) એ તેની ઈનીંગમાં છગ્ગા વાળી રમત દર્શાવી હતી. આવો જ એક છગ્ગો તેણે ફટકારતા તે સીધો જ મેચનુ પ્રસારણ કરી રહેલ ટીમના કેમરામેનને જઈને વાગ્યો હતો.

તિલક વર્માએ ક્રિઝ પર ઉતરતા જ મક્કમતાપૂર્વકની રમત દર્શાવી હતી. તેણે એક બાદ એક તેણે જ્યારે મોકો મળ્યો ત્યારે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનુ ચુક્યો નહોતો. તેણે આવી જ રીતે 12 મી ઓવરમાં એક શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. 12 મી ઓવર રિયાન પરાગ લઈને આવ્યો હતો. જેની ઓવરના શરુઆતના 4 બોલમાં 5 રન ઈશાન કિશન અને તિલકે મેળવ્યા હતા. ઓવરનો 5મા બોલનો સામનો તિલક કરી રહ્યો હતો, જે બોલને તેણે લોંગ ઓ પર હવામાં ફટકારી દીધો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દડો હવાઈ યાત્રા વડે સિધો જ છગ્ગાના સ્વરુપમાં બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો. પરંતુ બોલ જમીન પર ટપ્પો ખાવાને બદલે મેચનુ પ્રસારણ કરી રહેલી ટીમનો હિસ્સો રહેલા કેમેરામેનના માથામાં જઈને પડ્યો હતો. કેમરામેન પણ મેદાનનુ પ્રસારણ કરવામાં ધ્યાન કેન્દ્રીત હતુ એ જ દરમિયાન આ છગ્ગા વાળો બોલ તેના માથા પર વાગ્યો હતો. કેમરામેન કેમરાને ટ્રાયપોડને સહારે છોડી દઈને ચોંકીને બાજુ પર ખસી ગયો હતો. જોકે માથા પર કેપ અને હેડફોન હોવાને લઇ બોલની ઈજા સદનસીબે થઈ નહોતી. જોકે આ દૃશ્યે મેચ નિહાળનારા સૌ કોઈને ઘડીક ભર તો ચિંતામાં મુકી દીધા હતા. કારણ કેમેરામેનના બોલ વાગવાની ઘટનાનુ પણ અન્ય લાઈવ કેમરા દ્વારા સીધુ પ્રસારણ થઈ રહ્યુ હતુ.

ઘટના બાદ બાઉન્ડરી નજીક રહેલા ખેલાડીઓએ પણ ચિંતા સાથે ઈશારાથી કેમેરામેનના હાલચાલ પુછી લીધા હતા. પરંતુ કેમરામેને પણ સ્વસ્થ હોવાનો ઈશારો કરી ફરીથી લાઈવ પ્રસારણ માટેના કામમાં જોડાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયમસનના કેચ આઉટનો વિવાદ વકર્યો, સનરાઈઝર્સ હૈદરાબાદે અધિકારીક રુપે ફરિયાદ નોંધાવી

 

 

Published On - 7:12 pm, Sat, 2 April 22

Next Article