ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ

|

Jun 28, 2023 | 10:54 PM

યુવરાજ સિંહ વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે એક ગુજરાતી ક્રિકેટર આ કમાલ કરશે, એવો દાવો ભારતના પૂર્વ કપ્તાન અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કર્યો છે.

ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ
World Cup

Follow us on

વર્ષ 2011માં ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્લ્ડ કપમાં યુવરાજે બેટ અને બોલથી ધૂમ મચાવી હતી. આ વર્ષે ભારત વર્લ્ડ કપનું યજમાન છે અને આશા છે કે ટીમ ઈન્ડિયા ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનશે, પરંતુ સવાલ એ છે કે આ વખતે યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે. ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે. કે રવિન્દ્ર જાડેજા આ કામ કરી શકે છે.

કોણ બનશે બીજો યુવરાજ?

યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2011 ટૂર્નામેન્ટમાં કુલ 362 રન બનાવ્યા હતા અને તે 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ કારણોસર તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે બન્યો હતો. આ સમયે ટીમનો મુખ્ય ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. તે એક ઉત્તમ ડાબોડી સ્પિનર ​​છે અને નીચલા ક્રમમાં ઝડપી રન બનાવી શકે છે. તેમજ તે એક દમદાર ફિલ્ડર પણ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

Srikkanth on Jadeja

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે કહ્યું છે કે ભારતીય પરિસ્થિતિઓમાં કેટલીક વિકેટો પર સારો ટર્ન મળશે. અહીંની સ્થિતિ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી નહીં હોય. ભારત ઘરઆંગણે રમશે અને જેનો ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો મળશે. 2011ના વર્લ્ડ કપને યાદ કરતા શ્રીકાંતે કહ્યું કે તે સમયે ટીમ ઈન્ડિયા શાનદાર હતી અને તે ટીમમાં યુવરાજ સિંહ હતો.

રવિન્દ્ર જાડેજા બનશે ‘વર્લ્ડ કપ હીરો’

શ્રીકાંતે કહ્યું કે યુવરાજ સિંહે 2011માં જે કામ કર્યું હતું, તે કામ આ વર્ષે જાડેજા કરી શકે છે. તેણે અન્ય એક ખેલાડીનું નામ પણ લીધું છે. શ્રીકાંતના જણાવ્યા અનુસાર જાડેજા સિવાય ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમ ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ Ashes 2023: સ્ટીવ સ્મિથની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ નવ હજાર રન કર્યા પૂર્ણ

ભારત 10 વર્ષથી ICC ટ્રોફી જીતી શક્યું નથી

ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2013માં ધોનીની કેપ્ટન્સીમાં તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પરંતુ આ પછી ભારત કોઈપણ ફોર્મેટમાં ફરીથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. વર્ષ 2014માં પણ ધોનીની કપ્તાનીમાં ભારત T20 વર્લ્ડ કપની ફાઈનલ રમ્યું હતું પરંતુ શ્રીલંકા સામે હારી ગયું હતું. વર્ષ 2021 અને 2023માં બે વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત પહોંચ્યું પરંતુ જીતી શક્યું નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article