Mohit Sharma, IPL 2023 : શું મોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? આ કારણોએ જગાવી આશા

મોહિત શર્મા ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો નેટ બોલર હતો, પરંતુ આ સિઝનમાં ટીમ મેનેજમેન્ટે તેને તક આપી અને આ જમણા હાથના ફાસ્ટ બોલરે જોરદાર રમત બતાવીને ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો મજબૂત કર્યો છે.

Mohit Sharma, IPL 2023 : શું મોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? આ કારણોએ જગાવી આશા
| Edited By: | Updated on: May 31, 2023 | 4:09 PM

આઈપીએલ 2023માં અનેક ખેલાડી એવા રહ્યા છે જેમણે આ સીઝનમાં એવી છાપ છોડી કે હવે દરેક લોકો વખાણ કરી રહ્યા છે. જેનું નામ છે મોહિત શર્મા, મોહિત શર્મા ગુજરાત ટાઈટન્સ માટે રમી રહ્યો છે. ફાઈનલમાં મોહિત શર્માએ શાનદાર બોલિગ કરી અને પોતાની ટીમનું દિલ જીતી લીધું છે. આ સીઝનમાં મોહિત શર્માએ પોતાની ટીમને અનેક વખત મુશ્કિલ સમયમાંથી બહાર કાઢી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે, શું આ ખેલાડી ભારતીય ટીમમાં પરત ફરશે ?

મોહિત શર્મા દ્વારા આઈપીએલ 2023ની ફાઈનલમાં છેલ્લી ઓવરમાં 2 બોલ પર રવિનદ્ર જાડેજાએ ટીમને જીતવા માટે 10 રન બનાવી ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી પરંતુ આ પહેલા તેમણે 4 બોલ નાંખ્યા હતા જે શાનદાર હતા.

શાનદાર બોલિંગે આશા જગાડી

મોહિતે ભારત માટે 2015ના વનડે વર્લ્ડ કપ રમ્યો હતો. આ વર્લ્ડ કપમાં મોહિતે સેમિફાઈનલ સુધી મેચ રમી હતી પરંતુ ત્યારબાદ ઈન્ટરનેશનલ સ્ટેજમાંથી ગાયબ થયો અને ફરી ધરેલું ક્રિકેટથી પણ દુર થઈ ગયો છે. છેલ્લી સીઝનમાં તે ગુજરાતના કેમ્પમાં હતો પરંતુ નેટ બોલર તરીકે હતો. આ સીઝનમાં તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું, આ બોલરે શાનદાર રમત દેખાડી ટીમને અનેક જીત અપાવી છે. મોહિતે ક્વોલિફાયર 2માં 5 વિકેટ લઈ મુંબઈને જીતથી રોકી હતી અને પોતાની ટીમને ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતુ.

 

પર્પલ કેપ જીતવામાં સફળ રહ્યો

મોહિતે આ સીઝનમાં 14 મેચ રમી અને 27 વિકેટ પોતાને નામ કરી હતી. તે આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની લિસ્ટમાં બીજા નંબર પર છે. આ સીઝનમાં તેના પ્રદર્શનને જોઈ હવે એ સવાલ થઈ રહ્યો છે કે શું મોહિત શર્માની ભારતીય ટીમમાં વાપસી થશે. મોહિતે આઈપીએલ કરિયરની શરુઆત ધોનીની કેપ્ટનવાળી ચેન્નાઈની ટીમથી કરી હતી અને 2016 સુધી તે આ ટીમનો ભાગ રહ્યો હતો. 2014માં તે આ ટીમમાંથી રમતા પર્પલ કેપ જીતવામાં સફળ રહ્યો હતો.

મોહિત ભલે ODI ટીમમાં વાપસી કરી શકશે નહીં, પરંતુ IPLના પ્રદર્શનના આધારે તેને આવનારી સિરીઝમાં T20 ટીમમાં તક મળી શકે છે. ભારતની T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. ફાઇનલ બાદ પંડ્યાએ મોહિતને ગળે લગાવ્યો, જે દર્શાવે છે કે પરિણામ ગમે તે આવે, પંડ્યાને મોહિતનું પ્રદર્શન ગમ્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો