Asia Cup 2023: પાકિસ્તાન સામે નંબર 4 પર રમશે આ ખેલાડી, રોહિત શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય

|

Sep 01, 2023 | 12:27 PM

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલ પાકિસ્તાન અને નેપાળ સામે રમાનાર એશિયા કપ-2023ની મેચોમાં ઉપલબ્ધ રહેશે નહીં અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને તેના સ્થાને કોઈ ખેલાડીને પસંદ કરવામાં માથાનો દુખાવો થઈ રહ્યો હતો. જોકે રોહિત શર્માએ નિર્ણય લઈ લીધો છે.

Asia Cup 2023: પાકિસ્તાન સામે નંબર 4 પર રમશે આ ખેલાડી, રોહિત શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય
Rohit Sharma

Follow us on

એશિયા કપ (Asia Cup 2023)ની પહેલી બે મેચમાં કેએલ રાહુલના ન રમવા અંગે સ્પષ્ટતા થયા બાદ પ્લેઇંગ-11માં તેના સ્થાને ઈશાન કિશનનું આવવાનું નિશ્ચિત છે પરંતુ સવાલ એ છે કે ઈશાન કયા નંબર પર બેટિંગ કરશે? ઈશાન કિશન (Ishan Kishan) એક ઓપનર છે અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તેણે ઓપનર તરીકે ODI શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી છે. રાહુલ વનડેમાં ભારત માટે મિડલ ઓર્ડરમાં રમે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ટીમ મેનેજમેન્ટ ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડી શકશે?

ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય

ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર નજર કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ તેને સંભાળે છે. ચર્ચા થઈ રહી હતી કે જો ઈશાન ટીમમાં આવે છે તો ગિલ અથવા રોહિતમાંથી કોઈ એકને રમવું પડી શકે છે. એવી પણ ચર્ચા હતી કે ગિલ નંબર-3 અને કોહલી નંબર-4 પર રમી શકે છે.

જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ

ઈશાનને મિડલ ઓર્ડરમાં આવવાની કોઈ ચર્ચા નહોતી, પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ટીમ મેનેજમેન્ટ ઈશાનને નંબર-4 અથવા નંબર-5 પર રમવા પર વિચાર કરી રહ્યું છે. અખબારના અહેવાલ મુજબ એશિયા કપ પહેલા ટીમ મેનેજમેન્ટે બેંગ્લોરના અલુરમાં આયોજિત કેમ્પમાં ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. રોહિત ટોપ-3 સાથે ચેડા કરવાના મૂડમાં નથી.

શું ઈશાન સફળ થશે?

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ઘણા પ્રયોગો કર્યા હતા અને તેના કારણે જ ભારતને વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપની આટલી નજીક આવીને, શું ટીમ ઈન્ડિયા માટે નંબર-4 કે તેનાથી નીચેના ઓપનરને રમાડવાનો નિર્ણય યોગ્ય રહેશે? એવું નથી કે ઈશાન પ્રથમ વખત નંબર 4 પર બેટિંગ કરશે. તે આ પહેલા પણ આ નંબર પર રમી ચૂક્યો છે. ઈશાને છ મેચોમાં વનડેમાં નંબર-4 પર બેટિંગ કરી છે અને તેણે 21.20ની એવરેજથી 106 રન બનાવ્યા છે. જેમાં 50 રનની ઇનિંગ સામેલ છે. પરંતુ ઈશાનની સમસ્યા એ છે કે તે સ્પિન સામે થોડી મુશ્કેલી અનુભવે છે.

આ પણ વાંચો : IND Vs PAK: પાકિસ્તાની ખેલાડીને લાગી રહ્યો છે કોહલીનો ‘ડર’, મેચ પહેલા તેની ટીમને ચેતવણી આપી હતી

લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન

ગિલ સ્પિનરોને સારી રીતે રમે છે અને કોહલી પણ. આવી સ્થિતિમાં જો ગિલ કે કોહલી નંબર-4 પર રમે છે તો ભારતને ફાયદો થઈ શકે છે અને ઓપનર તરીકે ઈશાનના આગમનથી બનેલું લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન અન્ય ટીમો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આનાથી ટીમનું સંકલન પણ સુધરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article